નર્મદા જિલ્લામા આજે માત્ર એક જ પોઝિટિવ કેસ નોંધાયો હવે જીલ્લામા માત્ર 22 જ પોઝિટિવ દર્દીઓ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જીલ્લા મા કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા નો આંક 4278

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા માટે આજરોજ ખુબજ સારા સમાચાર મળી રહ્યા છે, સમગ્ર જીલ્લા મા આજે માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયોહતો . હાલ સમગ્ર જીલ્લા મા માત્ર 22 જ ઇસમો પોઝિટિવ હોવાનું પણ જાણવા મળેલ છે.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા માટે આજરોજ ખુબજ સારા સમાચાર મળી રહ્યા છે, સમગ્ર જીલ્લા મા આજે માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયોહતો . હાલ સમગ્ર જીલ્લા મા માત્ર 22 જ ઇસમો પોઝિટિવ હોવાનું પણ જાણવા મળેલ છે.

નર્મદા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.8 મી જૂન ના રોજ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસનો જિલ્લામાં આજે એક જ પોઝિટિવ કેસ નોંધાયો છે. સાગબારા તાલુકા મા એક પોઝિટિવ કેસ નોંધાયો હતો.
સમગ્ર જીલ્લા મા હોમ આઇસોલેશનમા 17 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 00 દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 3 અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે 02 દરદીઓ સહિત કુલ-22 દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં 720 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 475 સહિત કુલ-1175 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-૧૦૨, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૨ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ મળી ને કુલ 152 દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ ધરે ધરે જઇને વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવી રહયું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો વિતરણ કરવામાં આવી રહયું છે લોકો તેનો લાભ લઇ રહ્યા છે. હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી લોકોને વિતરણ કરાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here