નર્મદા જીલ્લામાથી એક સાથે ચાર યુવાનોની પાસા હેઠળ અટકાયત

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા પોલીસ મથકમાં આરોપીઓ સામે ડ્રીપ ઇરીગેશન ના સાધનો ની ચોરી ના ગુનામાં નોધાયા હતા

રાજપીપળા , વડીયા , લાછરસ અને અણીજરા ના યુવાનો ને ચોરી ના ગુનામાં એક સાથે પાસા નો જીલ્લા મા પ્રથમ બનાવ

નર્મદા જીલ્લા ના નાંદોદ તાલુકા ચોરી ના ગુનામાં સંડોવાયેલા ચાર યુવાનો ને એક સાથે જ પાસા મા પકડવાનો અને જેલના સળિયા પાછળ ઉકેલવાનો નર્મદા જીલ્લા મા પ્રથમ બનાવ બન્યો હતો. રાજપીપળા પોલીસ સહિત નર્મદા જીલ્લા LCB પોલીસે આરોપીઓ ને ઝડપી કચ્છ ભુજ, ભાવનગર , જુનાગઢ અને પાલનપુર ખાતે ની જેલો મા ધકેલ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા રેન્જ આઇ જી હરિકૃષ્ણ પટેલ સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા અસામાજિક તત્વો સાથે કડકાઇથી કામગીરી કરવાની સુચના અને માર્ગ દર્શન હોય ને રાજપીપળા પોલીસ મથકમાં થોડાક સમય પહેલા જ ડ્રીપ ઇરીગેશન ના સાધનો ની ચોરી ના ગુનામાં ચાર યુવાન સંડોવાયેલા હતા અને પોલીસે ચારેય સામે ચોરી નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.આ આરોપીઓ અસામાજિક તત્ત્વો હોય સમાજ મા અન્ય આરોપીઓ મા દાખલો બેસાડવા પોલીસે નર્મદા કલેક્ટર પાસે પાસા મા અટકાયત કરવાની મંજુરી માંગી હતી જેને મંજુરી ની મહોર લાગી હતી.

જેથી આરોપીઓ ને ઝડપી પાડવાના વોરંટ જારી થતા નર્મદા LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ. પટેલ ત્થા તેમના સ્ટાફ ના જવાનો એ આરોપીઓ 1) યોગેશ અશોકભાઇ તડવી રહે.લાછરસ ને કચ્છ ભુજ જેલ મા , 2) મનોજ રૂસ્તમ વસાવા રહે. સૂર્ય પ્લાઝા સામે રાજપીપળા ને. ભાવનગર જેલ મા 3) આકાશ ઉર્ફે અકકૌ દિલીપ વસાવા રહે. વડીયા ને જુનાગઢ જેલ મા જયારે 4) ઉરવિત કાંતિભાઈ વસાવા રહે. અણીજરા ને પાલનપુર જેલ ખાતે જરુરી પોલીસ જાપતા સાથે રવાના કર્યા હતા.

નર્મદા જીલ્લા મા એક સાથે ચાર યુવાન પાસા મા ધકેલાતા અન્ય અસામાજિક તત્વો મા ભારે ફફડાટ ફેલાયો છે.0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here