નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧ પોઝિટિવ કેસ નોંધાયો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૯૧૩, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૬૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૮૪૭ થઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨ (બે) દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૨ (બે) દરદીઓ, હોમ આઇસોલેશનમા ૧૪ દરદીઓ, ભરૂચ ખાતે ૧ અને વડોદરા ખાતે ૯ દરદીઓ સહિત કુલ-૨૬ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૨,૬૫૮ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૪૨ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૦૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧ પોઝિટિવ કેસ નોંધાયો છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૯૧૩, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૬૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૮૪૭ નોંધાવા પામી છે

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨ (બે) દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૯૦૨ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૧૮૧૮ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૧૪ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૦૨ દરદીઓ, ભરૂચ ખાતે ૦૧ અને વડોદરા ખાતે ૦૯ દરદીઓ સહિત કુલ-૨૬ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૩૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૫૯ સહિત કુલ-૧૯૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૦૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૨,૬૫૮ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૬ દરદીઓ, તાવના ૧૨ દરદીઓ, ઝાડાના ૧૪ દરદીઓ સહિત કુલ-૪૨ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૦૨૪૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯,૦૩,૩૮૦ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here