રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ… પ્રથમ દિવસે ત્રણ અપક્ષોએ ફોર્મ ભર્યા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નગરપાલિકા વોર્ડ 1 ના સદસ્ય સલીમ સોલંકી સહિત નગરપાલિકાના નિવૃત્ત સેનેટરી ઇન્સ્પેક્ટર મુકેશ બારોટની ઉમેદવારી

વોર્ડ 5 માથી નિવૃત્ત ઇજનેરે પણ અપેક્ષ ઉમેદવારી નોંધાવી

રાજપીપળા નગરપાલિકા ની ચૂંટણી ઓ ના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા નો આજથી પ્રારંભ થતા રાજપીપળા પ્રાંત અધિકારી ની કચેરી મા આજરોજ ત્રણ અપક્ષ ઉમેદવારો એ ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે .

રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચુંટણીઓ તા 28 મી ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના આજે પ્રથમ દિવસે કોઈ પણ રાજકીય પક્ષો ના ઉમેદવારો એ હજી સુધી મોવડીમંડળ દ્વારા લીલીઝંડી મળેલ ન હોય ઉમેદવારી ફોર્મ ભર્યા નહોતાં પરંતુ વોર્ડ નં 1 તેમજ વોર્ડ નં બર 4 અને વોર્ડ નંબર 5 મા એક એક અપેક્ષ ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાની માહિતી પ્રાપત થયેલ છે.

વોર્ડ નંબર 1 માથી નગરપાલિકાના પુર્વ સદસય સલીમ સોલંકી ઉર્ફે બોસે અપક્ષ ઉમેદવારી પોતાના ટેકેદારો સાથે આવી નોંધાવી હતી. જયાંરે વોર્ડ નંબર 4 મા નગરપાલિકાના નિવૃત્ત સેનેટરી ઇન્સ્પેક્ટર મુકેશ બારોટે બક્ષીપંચ ની બેઠક ઉપર પોતાના ટેકેદારો સાથે આવી ઉમેદવારી ફોર્મભર્યુ હતુ. આ ઉપરાંત એક સરકારી નિવૃત્ત ઇજનેર માધવભાઈ વસાવા એ પણ પોતાની ઉમેદવારી વોર્ડ નંબર 5 માથી આદિવાસી બેઠક ઉપર પોતાની ઉમેદવારી નોધાવી હોવાનું જાણવા મળ્યું છે.

નગરપાલિકા મા આ ચૂટણીઓ મા અપક્ષ ઉમેદવારો નો દરેક વોર્ડ મા રાફડો ફાટી નિકળવાની શક્યતાઓ વર્તાઇ રહી છે , અને અપેક્ષ ઉમેદવાર ના ટેકેદારો દરખાસ્ત મુકનાર તરીકે સમાજ ના અગ્રણીઓ ફોર્મ ભરવા આવતાં હોય ચુંટણીઓના પરિણામ કઇ દિશામાં જાય છે તેતો આવનાર સમયમાંજ ખબર પડસે પરંતુ હાલ મતદારો જાગૃત થયા હોય કોઇ પણ રાજકીય પક્ષ જો ગમે તેવા સવચચછ છબી ધરાવનાર ઉમેદવારો ને ચુંટણી ના મેદાનમાં નહીં ઉતારે તો તેમણે તેની કિંમત ભોગવવા તૈયાર રહેવું પડસે ની ચર્ચા ઓ નગરજનો મા ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here