કાલોલ શહેર સહિત તાલુકા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોની મુલાકાત લેતા મામલતદાર

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ શહેર સહિત તાલુકા પંથકના લોકોને મતદારયાદીમાં નામ હોવો જરૂરી છે જેને લઇ સમગ્ર રાજ્ય સાથે પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે .જેના ભાગરૂપે ચાર તબક્કામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં ડીસેમ્બર માસમાં બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની અને ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણીઓની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે મતદાન કરવું એ આપણી ફરજ છે‌.તેનાથી આપણે લોકશાહી ના પાયા ને મજબૂત કરી શકીએ છે. પણ તેના માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે.જેના ભાગરૂપે લોકોમાં મતદાનને લઈને વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુથી નવનિયુક્ત કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તથા તેમની ટીમ દ્વારા કાલોલ શહેર સહિત તાલુકાના મતદાન મથકો ખાતે બી.એલ.ઓ દ્વારા કરાતી કામગીરીની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here