ચેક રીટર્નના કેસમા આરોપીને એક વર્ષની સજા અને ૭૦,૦૦૦/ ના વળતરનો કાલોલ કોર્ટનો હુકમ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ના કિરણકુમાર મણીલાલ દેસાઈ દ્વારા કાલોલ કોર્ટ મા વર્ષ ૨૦૧૨ મા દાખલ કરેલ ફરીયાદ ની વિગતો મુજબ તેઓએ મિત્રતા ના નાતે કાલોલ ના જીતેન્દ્રકુમાર રતીલાલ વાળા ને રૂ ૭૦,૦૦૦/ ત્રણ માસમા પરત કરવાના વાયદે આપ્યા હતા જે નીયત સમયે પરત માંગતા જીતેન્દ્ર એ રૂ ૭૦,૦૦૦/ નો પોતાના ખાતાનો પંચમહાલ
વડોદરા ગ્રામીણ બેંક નો ચેક તા ૧૨/૦૩/૨૦૧૨ ના રોજ નો આપી ખાતામાં ભરવાથી રકમ મળી જવાનો પુરે પુરો ભરોષો અને વિશ્વાસ આપ્યો હતો જે ચેક ફરિયાદીએ પોતાના ધી કાલોલ અર્બન કો ઓપ બેંક ના ખાતા મા જમા કરાવ્યા બાદ “અપુરતા ભંડોળ” નુ કારણ આપી રીટર્ન થયો હતો જે બાદ ફરિયાદીએ પોતાના વકીલ એસ એસ શેઠ મારફતે લીગલ નોટિસ આપી હતી ત્યારે આરોપી તરફથી નોટિસ ના જવાબ મા આ ચેક વર્ષ ૨૦૦૨ મા કરેલ નાણાકીય વ્યવહાર અંગે સિક્યોરિટી પેટે આપેલ હતો જે નાણા પુરેપુરા ચુકવી આપેલ છે જે ચેક નો ફરિયાદીએ દુરુપયોગ કરેલ છે તેવો બચાવ કર્યો હતો. સમગ્ર બાબતે કાલોલ કોર્ટ મા નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ મુજબ નો કેસ ચાલી જતા ફરીયાદી એડવોકેટ એસ એસ શેઠ દ્વારા જુદા જુદા ચુકાદા રજુ કરી દલીલો કરવામાં આવી હતી કાલોલ ના એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ આર જી યાદવે આરોપી પોતાનુ કાયદેસર નુ દેવુ ચુકવવા આપેલ ચેક રિટર્ન થતા ફરીયાદી પોતાનો કેસ મૌખીક અને દસ્તાવેજી પુરાવા થી સાબીત કરતા હોય આરોપી જીતેન્દ્રકુમાર રતીલાલ વાળા ને તકસીરવાન ઠેરવી એક વર્ષ ની સાદી કેદ ની સજા અને ફરિયાદી ને રૂ ૭૦,૦૦૦/ નુ વળતર ચુકવવા આદેશ કર્યો છે અને વળતર ચુક્વવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસ ની સાદી કેદ ની સજા નો હુકમ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here