નર્મદા જિલ્લામાં મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્ર્મ અંતર્ગત નવા નામ નોંધાવવા અનેરો ઉત્સાહ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત ૨૩ મી એપ્રિલે યોજાયેલી ખાસ ઝૂંબેશ

એકદિવસીય ખાસ ઝૂંબેશમાં જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિભાગનાં– ૧૯૦૫ અને ૧૪૯- દેડિયાપાડા વિધાનસભા મતવિભાગનાં – ૩૨૩૧ ફોર્મ આવ્યા

ભારતના ચુંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ જાહેર કરવામાં આવ્યો છે. આ ખાસ ઝૂંબેશમાં જે નાગરિક તા.૦૧/૦૪/૨૦૨૩ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ તેથી વધુ ઉંમર પૂર્ણ કરતા હોય તેમજ જેમની નોંધણી બાકી હોય તેવા નાગરિકોની મતદારયાદીમાં નામ નોંધણી કરવામાં આવી રહી છે. વાંધા એરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૦૫/૦૪/૨૦૨૩ થી તા.૨૩/૦૪/૨૦૨૩ સુધી મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરી નર્મદા જિલ્લા ચુંટણી તંત્ર તરફથી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે નક્કી કરવામાં આવેલી ખાસ ઝુંબેશ તા.૨૩/૦૪/૨૦૨૩ને રવિવારના રોજ યોજાઈ હતી. આ ખાસ ઝુંબેશ દરમિયાન ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિભાગનાં કુલ – ૧૯૦૫ અને ૧૪૯- દેડિયાપાડા વિધાનસભા મતવિભાગનાં કુલ- ૩૨૩૧ ફોર્મ આવ્યા હતા.

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તા.૨૩/૦૪/૨૦૨૩ને, રવિવારના રોજ જિલ્લાના કુલ-૬૨૪ મતદાન મથકોએ કરાયેલી આ ખાસ વ્યવસ્થા મુજબ તમામ બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ખાસ ઝુંબેશ અન્વયે આ દિવસે સવારે ૧૦:૦૦થી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન હાજર રહી મતદારોની મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓની અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જે અંતર્ગત યુવા નાગરિકો દ્વારા મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા સંબંધિત મતદાન મથકે નામ નોંધણી અને સુધારા કરાવવાની સમગ્ર ખાસ ઝુંબેશ અંતર્ગત ૧૮-૧૯ વર્ષની વયજુથના કુલ – ૧૮૨૨ ફોર્મ તેમજ ફોર્મ-૬ના ૨૨૬૨, ફોર્મ-૬(B)ના ૭૫, ફોર્મ-૭ના ૯૩૪ અને ફોર્મ-૮ના ૧૯૦૪ મળેલ છે.

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજની ખાસ ઝુંબેશના દિવસે અત્રેના જિલ્લાના ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર ઉદીત અગ્રવાલ, જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જિજ્ઞા દલાલ, મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીની ક્ચેરી-ગાંધીનગરના પ્રતિનિધિ સહદેવ સોલંકી દ્વારા કુલ – ૧૨૯ મતદાન મથકોની ક્ષેત્રિય મુલાકાત કરી બી.એલ.ઓ.ની કામગીરીની સમીક્ષા કરી તેમને જરૂરી સુચનાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here