નર્મદા જિલ્લામાં ટ્રાફીક નિયમન માટે ૨૦૨૦-૨૧ ના વર્ષનો જિલ્લાનો રોડ સેફ્ટી એક્શન પ્લાન મંજુર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની મળેલી બેઠક

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકમાં સને-૨૦૨૦-૨૧ ના વર્ષ માટેનો રોડ સેફ્ટી એક્શન પ્લાન મંજુર કરવામાં આવ્યો છે. જેનો જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓને ચુસ્ત પણે પાલન કરવા અને જિલ્લામાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થાય તે રીતની કાર્ય યોજનાનો સુચારૂ અમલ થાય તે સુનિશ્ત કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

નિવાસી અધિક ક્લેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલના સભ્ય સચીવશ્રી અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી કે.એમ.ખપેડ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ જિલ્લામાં જાહેર પાર્કિંગની સુવિધા સુનિશ્તિ કરવા, જરૂરીયાત જણાય ત્યાં પાર્કિંગ ઝોન તેમજ નો-પાર્કિંગ ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડવા, જિલ્લાના શહેરી વિસ્તારોમાં જરૂર જણાય ત્યા ચાર રસ્તા પર ટ્રાફિક લાઇટ/ સિગ્નલ ઉભા કરવા, પોલીસ,આર.ટી.ઓ અને મામલતદારશ્રીઓને પ્રાથમિક સારવારની તાલીમ આપવા તેમજ રાજપીપલા શહેરમાં રખડતાં ઢોરને પકડવા અને તેની યોગ્ય વ્યવસ્થા કરવા, શાળાના વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર ૧૬ વર્ષથી ઓછી હોય અને ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ન હોય તેવા વિદ્યાર્થીઓને વાહન લઇને સ્કુલમાં આવતા અટકાવવા તેની સાથોસાથ વાહનોમાં સીટીંગ કેપેસીટી કરતા વધારે પેસેન્જરોને વહન કરતાં વાહનોના કિસ્સામાં નિયમાનુસારની જરૂરી કાર્યવાહી સાથે દંડની વસુલાત થાય તે જોવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને સુચના અને માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા મોટર વાહન નિરીક્ષકશ્રી વી.ડી.અચલે ઉક્ત બેઠકની રૂપરેખા રજુ કરી હતી, આ બેઠકમાં નિવાસી અધિક ક્લેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલના સભ્ય સચિવશ્રી અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી કે.એમ.ખપેડ, રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી જ્યશેભાઇ પટેલ ,એસ.ટી. ડેપો મેનેજરશ્રી પી.પી.ધામા,નાયબ કાર્યપાલક ઇજેનેરશ્રી એચ.ડી.વસાવા, ભરૂચના GPCBની રિજિયોનલ કચેરીના શ્રી અમિત પટેલ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here