વિશ્વની સહુથી મોટી છઠ્ઠી અર્થવ્યવસ્થા વાળો દેશ ભારત બન્યો છતાં આજેપણ આદીવાસીઓની કફોડી હાલત ; સાંસદ મનસુખ વસાવા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આદિવાસીઓ ની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ નો હલ દુર્ગમ વિસ્તારો મા આધુનિક દવાઓ આદીવાસી ઑ સુધી પહોંચાડવી આજે પણ એક સમસ્યા

લોકસભા માં નિયમ 377 અંતર્ગત સાંસદ મનસુખ વસાવા એ પ્રશ્નો ઉઠાવ્યા

સાંસદ મનસુખ વસાવા એ લોકસભા માં નિયમ 377 અંતર્ગત આદીવાસી ઓ ના સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આઝાદી ના સાત સાત દાયકાઓ વીત્યા છતાં પણ આદીવાસીઓ સુધી આજસુધી તમામ પ્રકારની સ્વાસ્થ્ય વર્ધક સેવાઓ પહોંચી ન હોવાનો પ્રવર્તમાન સરકાર સહિત તમામ સરકારો ઉપર આડકતરી રીતે આરોપ લગાવી તમામ સરકારો ને આડે હાથ લીધી હતી.

લોકસભા માં સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે ભારત માં વસવાટ કરતા આદિવાસીઓ અનેક્તા માં એકતા પ્રદાન કરે છે. આદ્ધિવાસીઓ પોતાની સંસ્કૃતી ની સાથે ભારતીય સંસ્કૃતી નુ પણ જતન કરે છે,જ્યારે ભારત આજે વિશ્વ ની સહુથી મોટી 6 ઠ્ઠી અર્થ વ્યવસ્થા બનેલ છે તેમ છતાં આજે પણ આદીવાસીઓ દેશ માં કફોડી હાલત માં હોવા નું જણાવી સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે સરકાર પોતાની રીતે કામ કરી રહી છે પરંતું હજુ સરકારી યોજનાઓ માં અનેક બદલાવ ની જરૂર છે કે જેથી આદિવાસીઓ સુધી યોજનાઓ ને પ્રભાવી રીતે પહોંચાડી શકાય.

આ સાથે તેઓ એ લોકસભા માં આદીવાસીઓ ના સ્વાસ્થ્ય નો મુદ્દો ઉઠાવ્યો હતો અને જન જણાવ્યુ હતુ કે આજે પણ દેશ માં દુર્ગમ આદીવાસી વિસ્તારો મા દવાઓ ની વ્યવસ્થા કરવી એક મોટી સમસ્યા હોય જેથી આજે પણ આદીવાસી સ્ત્રિઓ, બાળકો અને વૃદ્ધો સ્વાસ્થ્ય સંબંધી બુનિયાદી સુવિધાઓ થી દુર હોવાનું તેઓએ જણાવ્યું હતું. દેશ મા મહામારી ની જે સમસ્યા ઊભી થઈ તેણે આદીવાસીઓ ની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ને વિશેષ પ્રમાણ માં વધારી છે. જેથી તાત્કાલિક ધોરણે આદીવાસી વિસ્તારો માં તબીબો ની નિમણુક થાય કે જેથી આદિવાસીઓ ને સારવાર માટે દૂર સુધી શહેરો માં ન જવું પડે.અને સ્વાસ્થ્ય જનજાગરણ કાર્યક્રમ શરૂ કરવાની પણ હિમાયત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે સાંસદ મનસુખ વસાવા જે વિસ્તાર નુ પ્રતિનિધિત્વ કરે છે એ ભરૂચ અને નર્મદા જીલ્લા જેવા વિસ્તાર આદિવાીઓ ની બહુમતી ધરાવતા વિસ્તારો છે હલ નર્મદા જીલ્લા માં આરોગ્ય વર્ધક સેવાઓ નો ખુબજ અભાવ છે, દવાખાનાઓ છે પણ તબીબો નથી ! આદિવાસીઓ ના કુપોષણ અને સિકલસેલ જેવી મોટી બીમારીઓ ઘર કરી ગઈ છે.ત્યારે સાંસદ મનસુખ વસાવા ની રજૂઆત થી શુ નિરાકરણ આવે છે તે જોવું રહયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here