અહેમદ પટેલે રાજપીપળા ખાતે એક ચૂંટણી સભામાં પ્રચાર અર્થે આવેલા પુર્વ કેન્દ્રિય મંત્રી સ્વ. રાજેશ પાયલોટને કહયુ; યે મેરે રાજકીય ગુરુ હૈ

રાજપીપળાના સ્વ. રત્નસિંહ મહિડાને અહેમદ પટેલ પોતાના રાજકીય ગુરુ માનતા હતા

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

ભરૂચ નર્મદા જીલ્લાના પનોતા પુત્ર તરીકે ખ્યાતનામ રાજય સભા ના સાંસદ અને કોગ્રેસ આગેવાન સ્વ. અહેમદ પટેલ આ ફાની દુનિયા છોડી જન્નત નશીન થયા છે ત્યારે લોકો ના હૃદય મા હંમેશા રાજ કરનારા સોમય સ્વભાવ ના આ અદના માનવી એવા સ્વ. અહેમદ પટેલ ની રાજકીય કારકિર્દી ખુબજ રસપ્રદ અને પ્રેરણા દાયી રહી છે. ભરુચ જીલ્લા ના તત્કાલિન પ્રમુખ અને રાજપીપળા ના વતની સ્વ. રત્નસિંહ મહિડા નુ અહેમદ પટેલ ની રાજકીય કારકિર્દી ધડવામા મહત્વ નુ યોગદાન રહયું હોય , રંક માથી રાજા બનાવવા પડદા પાછળ ની ભુમીકા મા રત્નસિંહ મહિડા હોવાનું ખુદ અહેમદ પટેલે જ કબુલાત કરી હોવાનાં અમો મુક સાક્ષી બન્યા હતાં.

અહેમદ પટેલની રાજકીય કારકિર્દી દરમ્યાન તેઓ ત્રણ વાર ભરુચ લોકસભા બેઠક ઉપર થી ચુંટાઇ આવ્યા હતા, જયારે રાજયસભાના સભ્ય તરીકે ચાર વાર ચુંટાયા હતા. માત્ર 26 વર્ષ ની નાની વયે જ લોકસભાના સભ્ય બનવાનું ગોરવ હાંસલ કર્યુ હતુ, ત્યારે શુ અહેમદ પટેલ ના રાજકારણ મા પ્રવેશ પાછળ તેમના કોઈ ગોડફાધર હતા ? આ પશ્ર હંમેશા ચર્ચાસ્પદ રહેશે ત્યારે રાજપીપળા ખાતે ચુંટણી લક્ષી એક જાહેર સભામાં પ્રચાર અર્થે આવેલા કેન્દ્ર સરકાર ના સ્ટેટ ઇન્ટરનલ સિકયુરીટી મંત્રાલય ના મંત્રી રાજેશ પાયલોટ ને અહેમદ પટેલે સ્વ. રત્નસિંહ મહિડા ને પોતાના રાજકીય ગુરુ હોવાનું અમારી હાજરી માજ કહયું હતુ .

વાત એમ હતી કે નરસિંહમા રાવ જયારે દેશ ના વડાપ્રધાન હતા ત્યારે 1993-95 દરમ્યાન સ્વ. રાજેશ પાયલોટ દેશ ના ઇન્ટરનલ સિકયુરીટી મંત્રાલયના મંત્રી તરીકેનો હવાલો સંભાળતા હતા, એ સમયે ગુજરાત વિધાનસભા ની ચુંટણી ના પ્રચાર અર્થે રાજપીપળા ખાતે ના દોલતબજાર મા એક જાહેરસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું, આ જાહેર સભામાં મુખ્ય વક્તા તરીકે રાજેશ પાયલોટ આવ્યા હતા, કાર્યક્રમ એવો હતો કે રાજેશ પાયલોટ વડોદરા એરપોર્ટ ઉપર થી સીધા જાહેરસભા ના સ્થળે પહોંચવાના હતા, તેમનાં પ્રોટોકોલ મુજબ પોલીસ પાઇલોટિંગ સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ, પરંતુ સ્વ. અહેમદ પટેલે આ કાર્યક્રમ માં થોડોક ફેરફાર કરી રાજેશ પાયલોટ ને સીધા સભા સ્થળે જવાને બદલે રાજપીપળા ખાતે ના સ્વ. રત્નસિંહ મહિડા ના રાજેન્દ્ર નગર સોસાયટી મા આવેલ નિવાસસ્થાને આવી ફરેસ થઇ પછી સભા સથળે જવાનું નક્કી કરાયું. અહેમદ પટેલ ની સુચના થી રાજેશ પાયલોટ ને સ્વ. રત્નસિંહ મહિડા ના નિવાસસ્થાને લઇ અવાયા.જયાં તેઓને ઉષમાભેર આવકાર્યા બાદ ચા નાસ્તો થયા બાદ રાજપીપળા ખાતે ના સ્વ. રત્નસિંહ મહિડા ના નિવાસસ્થાને અહેમદ પટેલે રાજેન્દ્ર નગર સોસાયટી ના રત્નસિંહ મહિડા ના ધર મા તેઓએ ની તસ્વીર બતાવી રાજેશ પાયલોટ ને વાતચીત કરતા કહ્યું હતું કે યે મેરે રાજકીય ગુરુ આ પ્રસંગે અમારી સૂચક હાજરી હતી અને અહેમદભાઈ પટેલે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તેના સાક્ષી બન્યા હતાં.

આ વાત પણ સાચી જ છે અહેમદભાઈ પટેલ ને રાજકારણ મા પ્રવેશ અપાવનાર રાજપીપળા ના સ્વ. રત્ન સિંહ મહિડા જ હતા. આપણાં બાબુ ને ચુંટણી મા ઉભો રાખીએ એમ કહી અહેમદભાઈ પટેલ ને રાજકારણ મા પ્રવેશ અપાવવાનો જો શ્રેય જાય છે તો તે માત્ર સ્વ. રત્નસિંહ મહિડા ના ફાળે જ કે જેઓ એ બાબુ ને અહેમદ પટેલ તરીકે ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક આગવી ઓળખ આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here