શહેરા નગરના એક તબીબે પોતાના ઘરે સ્ટીલના વાસણમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી પ્રદુષણ અટકાવવાનો અદભૂત સંદેશ આપ્યો

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

ધીરે ધીરે લોકોમાં ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ વિશે જાગૃતતા ફેલાઈ હતી, હવે ધીરે ધીરે ગણેશ ભક્તો ગણેશજીની મૂર્તિને કુંડ તેમજ અન્ય કોઈ વાસણમાં વિસર્જીત કરતા થયા છે. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ ચાલી રહેલ કોરોના મહામારીમાં પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં ડૉ.અજય ભાવસારના પરિવાર દ્વારા માટીની ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને તળાવમાં વિસર્જન કરીને પ્રદુષણ ફેલાવવાના બદલે આ ડૉ.અજય ભાવસારમાં પરિવારે તેઓના ઘરે જ ઈકોફ્રેન્ડલી રીતે સ્ટીલના વાસણમાં વિસર્જન કરવાનું નક્કી કર્યુ હતું. અને પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે તેમણે પોતાના ઘરે જ ગણેશજીની મૂર્તિનું એક સ્ટીલના વાસણમાં જ વિસર્જન કરી પ્રદુષણ અટકાવવાનો સંદોશો આપ્યો હતો સાથે જારી કરવામાં આવેલ ગાઈડ લાઈનનું પણ પાલન કર્યું હતું. ભાવસાર પરિવાર દ્વારા છ પાંચ વર્ષથી ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ માટીની મૂર્તિની સ્થાપના કરાઈ હતી જેથી પ્રદુષણ અટકાવી શકાય.ભાવસાર પરિવારે જણાવ્યું હતું કે સૌ કોઈ ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે જેથી પ્રદૂષણ અટકાવી શકાય..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here