નર્મદા જિલ્લાની કોવીડ હોસ્પિટલ ખાતેથી બે દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી જતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસના ૩ દર્દીઓ સારવાર હેઠળ છે

રાજપીપળા S K મોબાઈલનો કર્મચારી અને મયાસીના 10 વર્ષીય બાળકના રિપોર્ટ નેગેટિવ આવતા દવાખાનામાંથી રજા અપાઈ

નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ના સંક્રમણ બાદ રાજપીપલા મુખ્ય મથકે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં રાજપીપલા શહેરના દરબાર રોડ વિસ્તારનાં ૪૮ વર્ષિય દિપકભાઇ બી.રાવલ અને નાંદોદ તાલુકાના મયાસી ગામના ૧૦ વર્ષિય સાગર વસાવા કોરોના સામેનો જંગ જીતી જતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી, ત્યારે સાજા થઇને પોતાના ઘરે જઇ રહેલાં આ દર્દીઓને મેડીકલ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી.

સિવીલ સર્જન ડૉ. જ્યોતિ ગુપ્તાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, રાજપીપલા મુખ્ય મથકે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧૮ પોઝિટીવ કેસો પૈકી આજરોજ ૨ દરદી સાજા થતાં અત્યાર સુધી કુલ-૧૫ દરદીઓને રજા આપવામાં આવી છે. હાલ નર્મદા જિલ્લામાં ૩ એક્ટીવ પેશન્ટ રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.વધુમાં તેમણે કહ્યુ કે, સરકારશ્રીની નવી ગાઇડલાઇન મુજબ ૧૦ દિવસમાં પેશન્ટને કોઇ તકલીફ ન હોઇ કે ટેસ્ટ કરવાની જરૂર ન જણાય તો રજા આપી શકાય છે તેથી આ બન્ને દરદીઓને રજા અપાઇ છે જે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.

રાજપીપલાના કોરોના મુક્ત થયેલા દરદી શ્રી દિપકભાઇ રાવલે કહ્યું કે, કોરોનાથી ડરવાની કે ગભરાવાની કોઇ જરૂર નથી, માત્ર સાવચેતી જરૂરી છે. ઘરમાં જ રહેવા અને કામ સિવાય બહાર ન નિકળવું જોઇએ તેમજ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવું જોઇએ અને વારંવાર હાથ ધોવા જોઇએ. અંહી અમને કોઇપણ પ્રકારની મુશ્કેલી નથી પડી તેમજ ડૉક્ટર અને સ્ટાફનો સહકાર અમને સતત મળતો રહેતો હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here