પંચમહાલ જિલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી હેતુ સાધનો અને ટૂલકીટ્સનો લાભ મેળવવા અંગે…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને વિકસતી જાતિ કલ્યાણની કચેરી દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ સ્વરોજગારી માટે સાધનો અને ટૂલકિટ્સ પુરા પાડવાની યોજના અમલી છે. જે અંતર્ગત જુદા જુદા વ્યવસાયો-ધંધાઓ માટે નિયમ અનુસાર સાધનો- ટૂલકિટ્સ આપવામાં આવે છે. ૨૦૨૦-૨૧ના વર્ષ માટે આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે www.esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ૧) અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ ૨) અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી જોઈએ નહીં. ૩) વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ-પછાત જાતિ માટે આવક મર્યાદા ધોરણ લાગુ પડશે નહીં. ૪) અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ. ૫) અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ ગુજરાત રાજ્યની અન્ય કોઈ એજન્સી કે સંસ્થામાંથી સહાય મેળવેલ ન હોવી જોઈએ ૬) અગાઉના વર્ષોમાં આ ખાતા દ્વારા કે અન્ય ખાતા દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ જે વ્યક્તિઓએ લાભ લીધો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં. જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી ૩૦ દિવસ સુધી આ પોર્ટલ ઉપર અરજી કરી શકાશે. જરૂર જણાયે જે તે જિલ્લાના નાયબ નિયામકશ્રી (વિકસતી જાતિ)અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)નો સંપર્ક કરવાનો રહેશે. ફક્ત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે તેમ જ અધુરી અરજી માન્ય ગણાશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here