નર્મદા જિલ્લાના દેડિયાપાડા બાર એસોસિએશન દ્વારા સરકારની તલાટીઓને સોગંદનામા કરવાની સત્તાનો વિરોધ કરાયો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર દેડિયાપાડા પ્રાનત અધિકારીને પાઠવી તલાટીઓને સોગંદનામા કરવાની સત્તાએ કાયદાનો ખુલ્લેઆમ ઉલ્લંધન હોવાનું વકીલોની રજુઆત

રાજ્ય સરકારે તલાટીઓને સોગંદનામા કરવાની સત્તા આપતા વકીલાતનો વ્યવસાય કરતા અદાલતોના વકીલોમા ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે, સરકાર દ્વારા અપાયેલ સત્તા કાયદાથી વિપરિત હોવાનું આરોપ વકીલોએ લગાવી પ્રાનત અધિકારી દેડિયાપાડાને આવેદનપત્ર આપ્યુ હતુ.

વકીલાતનો વ્યવસાય કરતા વકીલો તલાટીઓને સરકારે ઓથ એકટ 1969 ની કલમ 3 હેઠળનુ જાહેરાતનામુ બહાર પાડી સોગંદનામા હવે તલાટીઓ પણ કરી શકસે એવુ જાહેરનામું બહાર પાડયું છે જેનો વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહયું છે દેડિયાપાડા ખાતે બાર એસોસિએશન પ્રમુખ હિતેશભાઈ દરજી ની આગેવાની મા આવેદનપત્ર આપ્યુ હતુ જેમા કાયદા મા સુધારા કર્યા વિના સોગંદનામા કરવાની સત્તા આપી શકાય નહીંનુ જણાવી ઓથ એકટ 1969 એ કેન્દ્રિય કાયદો હોય તેમા જરુરી સુધારો કર્યા વિના અમલ થાય નહીં.

તલાટી ઓને સોગંદનામા કરવાની સત્તા આપતા તેનો મિલ્કત સંબંધિત મામલે દુરુપયોગ થસે જેથી વકીલ સમાજ દ્વારા સમાજ હિત મા કાયદાનો વિરોધ કર્યો છે.

સોગંદનામાની પ્રક્રિયા નોટરીઓ મારફત થતી વિશિષ્ટ લાયકાતના ધોરણે નોટરી બનાતુ હોય છે, જ્યારે તલાટીઓ હાલમા પણ પોતાના કામોને ન્યાય આપી શકતાં નથી, જેથી પંચાયત ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ પરિપત્ર તરતજ રદ કરવાની વકીલોએ મુખ્યમંત્રીને લખેલા આવેદનપત્રમા જાણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here