નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે બેંક ઓફ બરોડામા દેના બેંકના વિલિનીકરણથી ઉદભવનાર સમસ્યાઓ અંગે કોગ્રેસનુ પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

બેંકના વિલિનીકરણથી 2.5 લાખ ગ્રાહકો એકજ બેંકમા થતા વ્યવહારો માટે પડનારી તકલીફો

દેડિયાપાડા ખાતે બેંક ઓફ બરોડા અને દેના બેંક બન્ને ચાલુ રાખવાની માંગ

સમગ્ર દેશમાં બેંકોના વિલિનીકરણની પ્રક્રિયાઓ હાથ ધરાઇ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના આદિવાસી વસતી ધરાવતા દેડિયાપાડા તાલુકા ખાતે કાર્યરત બેંકના એકબીજામા વિલિનીકરણથી ઉદભવનાર સમસ્યાઓ અંગે આજરોજ નર્મદા કોંગ્રેસ સમિતિએ દેડિયાપાડા પ્રાનત અધિકારી ને આવેદનપત્ર આપ્યુ હતુ.

આવેદનપત્રમા જણાવ્યું હતું કે દેના બેંક અને બેંક ઓફ બરોડાના વિલિનીકરણ કરવામાં આવેલ છે, દેડિયાપાડા ખાતે ચાલતી દેના બેંકની શાખા સહુથી જુની રાષ્ટ્રિયકૃત બેંક છે. આ શાખામાં 1.5 લાખ જેટલા ગ્રાહકો સેવા મેળવી રહ્યા છે આ બેંકમા ગ્રાહકોની લાંબીલાંબી કતારો લાગતી હોય છે, જે બેંકની શાખા હાલ બેંક ઓફ બરોડા દેડિયાપાડાના નામે ઓળખાય છે.

બેંક ઓફ બરોડાની મોસકુટ શાખા દેડિયાપાડા ખાતે કાર્યરત છે જેમાં 80000 જેટલા ગ્રાહકો સેવા મેળવી રહ્યા છે. આ મોસકુટ શાખા બંધ કરીને જો દેના બેંકમા વિલિનીકરણ કરવામાં આવે તો એકજ બેંકમા 2.5 લાખ જેટલા ગ્રાહકો થઇ જાય જેથી ગ્રાહકોને પુરતી સુવિધાઓ ન મળે અવ્યવસ્થા સર્જાય નુ જણાવી કોગ્રેસ સમિતિએ એ બન્ને શાખાનાં વિલિનીકરણ ની પ્રક્રિયાને વખોડી હતી અને દેડિયાપાડા ખાતે બન્ને શાખાઓ ચાલુ રાખવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here