સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સાંજે 5-00 કલાકે 137.20 મીટરે નોંધાઇ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રિવરબેડ પાવર હાઉસના બે યુનીટ અને કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ યુનીટ દ્વારા થઇ રહેલું વિજ ઉત્પાદન ઓમકારેશ્વર ડેમમાંથી નિરંતર ૬૭ હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાઇ રહ્યોં છે

નર્મદા ડેમ ખાતે 119714 કયુસેક પાણીની આવક

આજરોજ તા.10 મી ઓક્ટોબર, 2020 ના રોજ સાંજે 5-00 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 137. 20 મીટર નોંધાવા પામી હતી. ડેમના બધા જ દરવાજા બંધ છે. રિવરબેડ પાવર હાઉસના 6 માંથી 2 યુનીટ ચાલુ છે, જેને કારણે 14 હજાર ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ ભરૂચ તરફ વહી રહ્યોં છે. કેનાલ હેડ પાવર હાઉસના પાંચ યુનીટમાંથી 3 યુનીટ ચાલુ છે, જેને કારણે 13 હજાર ક્યુસેક જેટલો પાણી પ્રવાહ મુખ્ય કેનાલ તરફ વહી રહ્યોં છે. સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી નિરંતર 67 હજાર ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યોં છે.

ઇન્ડિયન મિટિઓરોલોજીકલ વિભાગની (IMD) ની જાહેરાત મુજબ હાલમાં વરસાદના સંજોગો નથી, એટલે ભારે વરસાદની કોઇ શક્યતા જણાતી નથી, તેવી જાણકારી નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી અશોક ગજ્જર તરફથી પ્રાપ્ત થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમ 138 મીટર સુધી ભરવા માટે સરકાર કૃતનિશ્ચયી છે જયારે સરદાર સરોવર નર્મદા ડેમ ની ભયજનક સપાટી 138.68 મીટરની છે.હાલ ડેમ ભયજનક સપાટી ની નજીક પહોંચી રહ્યો છે.માત્ર 1.48 મીટર જ ભયજનક સપાટી થી ડેમ દુર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here