નર્મદા કલેકટર સહિતના મહાનુભાવોએ એકતાનગરના પ્રકૃતિકુંજ સમા આરોગ્યવનમાં સામૂહિક સૂર્યનમસ્કાર કર્યા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

યોગબોર્ડ ગુજરાત દ્વારા રેવા ના તીરે શાનદાર રીતે નૂતન વર્ષે ૨૦૨૪ના પ્રથમ દિને યોજાયો સુર્ય નમસ્કાર નો ભવ્ય કાર્યક્રમ

વર્ષ-૨૦૨૪ ના પ્રથમ દિવસે ૧લી જાન્યુઆરીના સુપ્રભાતે સૂર્યના પ્રથમ કિરણ સાથે સૂર્યનમસ્કાર કરી ગુજરાતના રાજ્યવ્યાપી વિશ્વ વિક્રમ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના ત્રણ સ્થળોએ કાર્યક્રમ યોજાયો હતો.

આ સ્થળોમાં દેડિયાપાડા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આરોગ્યવન એકતાનગર ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાઈને યોગ સાથે સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સૂર્યમંદિર મોઢેરા ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેનું સીધું પ્રસારણ એકતાનગરના આરોગ્યવન સહિત નર્મદા જિલ્લાના ત્રણ સ્થળોથી લોકોએ સૂર્યનમસ્કારનું પ્રસારણ નિહાળ્યું હતું યોગ બોર્ડના ટ્રેનરો દ્વારા યોગ તથા બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરાયા હતા રાજ્યકક્ષાએ યોગમાં પ્રથમ, દ્વિતિય,તૃતિય કક્ષાએ આવેલા યુવાનોને રોકડ ઇનામ મુખ્ય સ્થળેથી એનાયત કરાયા હતા.

આ પ્રસંગે નર્મદા કલેક્ટર સુશ્રી શ્વેતા તેવતિયાએ વર્ષ-૨૦૨૪ ના સુપ્રભાતે પ્રથમ કિરણના સૂર્યનમસ્કાર સાથે સૌ ઉપસ્થિતને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, યોગ આપણે સૌ નિયમિત કરીશું. યોગને જીવનનો કાયમી ભાગ બનાવી તન-મનને તંદુરસ્ત બનાવીએ. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનાથી જિલ્લાના ગ્રામ્ય, તાલુકા કક્ષાએ આવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. યોગ પ્રત્યે જાગૃતિ સંદેશ પ્રસરાવ્યો હતો અને આજે આપણા નવા વર્ષના પ્રથમ દિવસે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે. રાજ્યના ૧૦૮ સ્થળોએ આ યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમો યોજાયા છે. તે પૈકી આજે આરોગ્યવન ખાતે આપણે સૌ ભેગા થઇને સૂર્યનમસ્કાર કરી યોગદાન આપી રહ્યા છીએ. પ્રધાનમંત્ત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ ભૂમિ એવા મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતેથી થાય છે જેના આનંદ અને ગૌરવ છે. વિશ્વ યોગ દિવસને પણ સ્વીકૃતિ અને સફળતા મળી છે. તેમ તેમણે જણાવ્યું હતું અને પોતે પણ યોગ અને સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મેહુલભાઈ માછી, ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ માકતાભાઈ વસાવા, સ્ટેચ્યુ ઓફ યનિટીના નાયબ વન સંરક્ષક અજ્ઞેશ્વર વ્યાસ, પ્રોબેશનરી પ્રાંત એસ.ડી.બારડ, નાંદોદ પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા, યુવા રમત ગમત અધિકારી વિષ્ણુ વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) એન.એફ.વસાવા, મામલતદાર મનીષભાઈ ભોઈ, વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here