રાજપીપળાના રોહિતવાસમાથી મોટર સાઈકલની ઉઠાંતરી થતા પોલીસ મથકમાં ફરિયાદ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા નગર સહિત આસપાસના વિસ્તારમાં ચોરીઓનો સીલસીલો બેરોકટોક પણે ચાલુ જ રહ્યો છે, તેમા પણ હાલ ઠંડીના ચમકારામા લોકો ઘરમાજ રહેતા હોય અવરજવર ઓછી હોય ચોરટાઓ પોતાના હાથ સાફ કરી રહ્યા છે. રાજપીપળાના રોહિત વાસમાથી મોટર સાઈકલની ઉઠાંતરી થતા તેના માલિકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની વાત કરીએ તો રાજપીપળાના રોહિત વાસ ખાતે રહેતા જતીન નગીનભાઈ રોહિતની બજાજ કંપનીની કાળા કલરની પલ્સર મોટરસાઇકલ નંબર GJ 22 J 6743 પોતાના ઘરના સામે પાર્ક કરીને મુકી હતી ઘરવાળા તમામ રાત્રિના સુઇ ગયા બાદ કડકડતી ઠંડી અને તકનો લાભ લઇને ચોરટાઓ મોટરસાઈકલ ની ઉઠાંતરી કરી ચોરી કરી લઇ ગયા હતા.

સવારે ઉઠતાં પોતાની મોટરસાઈકલ ઘર સામે મોટર સાઈકલ ન હોય બધા ચોંકી ઉઠયા હતા રાજપીપળા પોલીસ મથકમાં આ મામલે રુપિયા 30 હજારની મોટર સાઈકલ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવાની દિશામા પોતાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here