નંદુરબારથી અમદાવાદ જતી એસ. ટી. બસ માંથી વિદેશી દારૂની 9 બોટલો ઝડપી પાડતી સાગબારા પોલીસ

સાગબારા, (નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન મા ફરજ બજાવતા બસ ના ચાલક ની સંડોવણી

બસની ડિકીમાં ભરી વિદેશી દારૂ મહારાષ્ટ્ર થી ગુજરાત માં લાવતો – ડીકી ની ચાવી બસ ચાલક પાસે હોય ગુના માં તેની સંડોવણી બહાર આવી

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ની એસ. ટી. બસ માંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય ની બોર્ડર પર ધનસેરા ચેક પોસ્ટ ઉપર એસ. ટી. બસ ના ચેકીંગ દરમિયાન સાગબારા પોલીસે ઝડપી પાડતા સરકારી વાહનો માં પણ દારૂની સપ્લાય થતી હોવાનું કોભાંડ બહાર આવ્યું છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ સવારે 6- 25 કલાકે મહારાષ્ટ્ર રાજ્ય ના નદુરબાર ખાતે થી ગુજરાત રાજ્ય નું એસ. ટી. બસ નંબર. GJ 18 Y 8456 ઉપડી હતી જે તેના નિર્ધારિત સમયે ગુજરાત રાજ્ય ના બોર્ડર પર આવેલ નર્મદા જીલ્લા માં પ્રવેશી હતી આ બસ ધનસેરા ચેક પોસ્ટ ઉપર આવતાં વાહનો નું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ હોય ને એસ ટી બસ ની પાછળ ની ડિકી ની તલાશી લેતા તેમાંથી 9 નંગ રોયલ સ્ટેગ વ્હીસ્કી નાં કિંમત રૂ.6480 મળી આવ્યાં હતાં. જે જોઈને પોલીસ સહિત મુસાફરો પણ ચોંકી ઉઠ્યા હતા.

નિયમોનુસાર જે વાહન માંથી આવી પ્રોહીબીશન ની વસ્તુ ઝડપાય તો વાહન જપ્ત કરવામાં આવે છે પરંતુ બસ મા મુસાફરો ભરેલા હોય ને અમદાવાદ એસ ટી ડેપો ફરજ બજાવતો બસ ચાલક જુગલ રામાભાઈ ડાભી રહે. મહાકાવા તા. મહેમદાવાદ, જીલ્લો ખેડા ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કારણ કે બસ માં જે ડિકી હોય છે તેની ચાવી ચાલક પાસે હોય છે જેથી પોલીસે બસ ચાલક નેજ આ ગુનામાં સંડોવાયેલ માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here