ધારાસભ્ય ચૈત્રર વસાવા પર થયેલ ફરિયાદના અનુસંધાને S.S.O અધિકાર મહાસંઘ ગુજરાતના પ્રમુખ પ્રવીણભાઈ રાઠવાના આગેવાની હેઠળ ઘોઘંબા મામલતદારને આવેદન અપાયું…

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્રર વસાવા સાહેબ ઉપર થયેલી ફરિયાદના અનુસંધાને તા. 9.11.2023 ના રોજ* S S O અધિકાર મહાસંઘ ગુજરાત ના પ્રમુખ પ્રવીણભાઈ રાઠવાના આગેવાની હેઠળ ઘોઘંબા તાલુકા મામલતદાર કચેરીએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરાતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ રાઠવા એ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ખેડૂતે મહેનત ખૂબ જ કરીને પકવેલા પાકને અધિકારીઓ દ્વારા નુકસાનકરવામાં આવ્યું હતું તે ખેડૂતે ધારાસભ્યશ્રીને રજૂઆતના પગલે બંને પક્ષની દલીલોને ધ્યાન રાખીને સમાધાન પેટે જે તે રકમ ખેતી કરતા ખેડૂતને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને વળતર પેટે અધિકારીઓએ રકમ ચૂકવી પણ દીધી હતી. પ્રજાના પ્રતિનિધિ તરીકે આટલું સારુ કામ કરવાવાળા ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબ ની છબીને ખરાબ કરવા માટે નું ષડયંત્ર થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતના તમામ ગામોમાં લોકમુકે ચર્ચાનો વિષય અને લોકોમાં આક્રોશ જણાય આવેલ છે. જેના અનુસંધાને પ્રવીણભાઈ રાઠવા દ્વારા મુખ્યમંત્રીશ્રીને આ અંગે આવેદનપત્ર દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. અને સાથે સાથે જી.આર 72 92 માં ખેડૂતોને મળેલ જંગલ જમીન માં તાત્કાલિક ધોરણે આવી જમીનોની નોંધ પાડવા માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. આજના આ SSO અધિકાર મહાસંગ ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઘોઘંબા તાલુકાના સર્વ સમાજના યુવાનો સાથે મળીને ભારે સૂત્રો ઉચ્ચાર સાથે મામલતદાર સાહેબશ્રી મારફતે મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here