હળવદના સોની વાડી વિસ્તારમાં દંપતીને કોરોના પોઝિટિવ : આરોગ્ય તંત્ર હરકતમાં

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

હળવદના દંતેશ્વર દરવાજા વિસ્તારમાં એક વૃદ્ધને કોરોના કેસ આવ્યા બાદ હળવદના સોની વાડી વિસ્તારમાં રહેતા એક દંપતીને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ‌ કોરોના પોઝિટિવની સંખ્યાનો આંકડો હવે ત્રણ પર પહોંચી ગયો છે.

મોરબી જિલ્લાના હળવદના દંતેશ્વર દરવાજા વિસ્તારના વૃધ્ધને કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ હળવદના સોની વાડી વિસ્તારમાં રહેતા લલિત ભાઈ સોની અને તેમના પત્ની નિતાબહેન સોનીને કોરોના કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે હળવદના સોની વાડી વિસ્તારમાં એક જ ઘરમાં કોરોનાના બે કેસ પોઝિટિવ આવતાં પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ પર પહોંચી હતી. કોરોના પોઝિટિવ કેસ દેખાતા આજુબાજુના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયા બાદ પ્રાંત અધિકારી ગંગાશીગ, હળવદ મામલતદાર વી. કે. સોલંકી, હળવદ પોલીસ ‌સ્ટેશનના પી.આઈ. પી.એ. દેકાવાડીયા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતો. આ‌ અંગે હળવદ બ્લોક હેલ્થ અધિકારી ડો ભાવિન ભટ્ટીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હળવદની સોની વાડી વિસ્તારમાં એક દંપતીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બંને દંપતીની તબિયત સારી છે માટે અમદાવાદ પોતાના ઘેર હોમ આઈસોલેસન પર છે અને અમારી આરોગ્યની ટીમ દ્વારા આજુબાજુના ઘરના લોકોને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here