દિયોદર પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-523 કી.રૂ.1,21,300/- તથા સ્વીફ્ટ કાર કી.રૂ.3,00,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ,4,21,300/- સાથે પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

દિયોદર,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ,વદુજી,તથા પો.કોન્સ, જયપાલસિંહ, અશોકભાઈ,તથા ધર્મેન્ધસિંહ, તથા,ભરતભાઈ, નાઓ દિયોદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે વાસણા તરફ એક સ્વીફટ કાર નંબર GJ-02-BP-7764 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી  જાલોઢા પાટીયા તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે જાલોઢા રોડ ઉપર વોચમાં હતા દરમ્યાન હકિકત વાળી સ્વીફ્ટ કાર નો  પીછાં કરતાં  માનપુરા પાટીયા પાસે સ્વીફટ ગાડી પકડી પાડી ગાડીમાં જોતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની  બોટલ નંગ-523/- કિ.રૂ,1,21,300/-તથા સ્વીફ્ટ કાર કી.રૂ,3,00,000/- સાથે એમ કુલ કિ.રૂ,4,21,300/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી નો ચાલક ગાડી મૂકી નાસી જઈ તેના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ દિયોદર પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here