તિલકવાડા તાલુકાના સાવલી ગામે બેન્ક ઓફ બરોડાની શાખા બંધ કરવામાં આવતા ગ્રહકોમાં ભારે રોષ…

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડાં તાલુકામાં 97 ગામો આવેલા છે જેમાં તિલકવાડાં.દેવલ્યા. તથા સાવલી ગામ મળીને તાલુકામાં અમૂકજ વિસ્તારમાં બેન્ક.ઓફ.બરોડાની શાખા આવેલી છે જેમાંથી સાવલી ગામમાં 1985 થી કાર્યરત શાખા બંધ કરવાની તજવીજ ચાલી રહી છે જેના કારણે બેંક ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તિલકવાડાં તાલુકાના સાવલી ગામે છેલ્લા 35 વર્ષ થિ બેંક. ઓફ.બરોડા ની શાખા કાર્યરત છે જેમાં આસ.પાસ.ના 25 થી વધુ ગામના અંદાજીત 12000 જેટલા ખાતા આવેલા છે અને 500 થી વધુ લોન ગ્રાહકો છે બેંકનો વાર્ષિક વહીવટ કરોડો રૂપિયાનું છે તેમ છતાં બેંક ઓફ બરોડાની સાવલી શાખા બંધ કરવાંમાં આવતા બેંક ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બેંક કાયમી માટે કાર્યરત રહે તેવી બેંક ગ્રાહકોની માંગ છે.
ગ્રાહકો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે સાવલી ગામ ની બેંક ઓફ બરોડા શાખામાં પચ્ચીસથી વધુ ગામના લોકોના ખાતા આવેલા છે અને વિધવા સહાય પેન્શન વૃદ્ધા પેન્શન બેંક ઓફ બરોડાની શાખા માં જમા થાય છે આ બેંક બંધ થાય તો ગ્રાહકોને દેવલ્યા અથવા તિલકવાડાં જવું પડે જે પંદરથી વિસ કિલોમીટર દૂર છે જેથી સિનિયર સીટીઝન લોકોને ઘણી તકલીફ થઈ શકે છે અને ખેડૂતોને પોતાનું કામ છોડીને આખો દિવસ બગાડીને દેવલ્યા અથવા તિલકવાડાં જવું પડે તો ઘણી મુશ્કેલી થાઈ બેંક ગ્રાહકોની એવી માંગ છે કે સાવલી નગરમાં બેંક કાર્યરત રહે જો બેંક બંધ કરવામાં આવશે તો બેંક ગ્રાહકો પ્રતીક ઉપવાસ પર બેસીને ધરણા પ્રદર્શન કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here