શહેરા તાલુકાના વલ્લભપુર ગામે ચાલતી પથ્થરની લીઝને લઈને ગાંધીનગર ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરનારની અટકાયત…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરાના વલ્લભપૂર ગામે આવેલી ગ્રેનાઈટ પથ્થરની લીઝ ગૌચર જમીનમાં આવેલી હોય અને તે બંધ કરવા માટેની રજુઆત બાદ કોઈ કાર્યવાહી ન થતાં આત્મવિલોપનની કોશિશ કરનાર ઇસમની અટકાયત કરતી ગાંધીનગર પોલીસ

ગ્રેનાઈટ પથ્થરની લીઝ બંધ ન કરવામાં આવે તો ૨જી જુલાઈના રોજ આત્મવિલોપન કરશે તેવી લેખિત જાણકારી બાદ આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કરતા અટકાવવામાં આવ્યા

શહેરા તાલુકાના વલ્લભપૂર ગામે આવેલી સર્વે નંબર ૬૫૭/૧૦ વાળી જમીન ગૌચરની હોવાની તેમજ ત્યાં ચાલતી ગ્રેનાઈટ પથ્થરની લીઝ ગેરકાયદેસર હોવાની અને તે બંધ કરવા માટેની વખતોવાખાતની રજુઆત અને આક્ષેપ ગામના જ જે.બી.સોલંકી દ્વારા જિલ્લા ખાણ ખનીજ વિભાગથી લઈ ગાંધીનગર ભૂસ્તર ભવન સુધી કરવામાં આવી હતી પરંતુ આ મુદ્દે સબંધિત તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા જે બી સોલંકીએ ૨જી જુલાઈના રોજ આત્મવિલોપન કરશે તેની લેખિતમાં જાણ કરી હતી. જે સંદર્ભે ગુરૂવારના રોજ ગાંધીનગર ખાતે શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમા હાજર પોલીસ જવાનો દ્વારા તેમના પ્રયાસને ડામી દેવામાં આવ્યો હતો તેમની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે અગાઉ આશરે સાત માસ ગાઉ પણ તેઓ દ્વારા ગોધરા કલેક્ટર કચેરીના પટાંગણમાં આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે પણ આ લીઝને લઈ ને તેમને વાંધો હતો. ખરેખર તંત્રે આ અંગેની તપાસ શરૂ કરાવી અંદરનો મામલો શુ છે તે બહાર લાવવો જોઈએ શુ આમાં કોઈ મસમોટા કૌભાંડની આશંકા કે કોઈ મોટા માથાઓની સંડોવણી તો નથી..!! જો તટસ્થ તપાસ થાય તો ઘણું બધું બહાર આવવાની શક્યતાઓ નકારી શકાય નહીં.

જે.બી.સોલંકી તેના ગામમાં પોલીસમાં ભરતી થવા માટે તાલીમ કેન્દ્ર ચલાવતો હતો જે અંતર્ગત તેના દ્વારા વર્તમાન પત્રોમાં જાહેરખબર આપવામાં આવતી જેમાં ચેક આપવામાં આવતા અને તે ચેક પરત ફરતા તેના વિરુદ્ધ કલમ ૧૩૮ અન્વયે કોર્ટમાં કેસ ચાલુ છે જેમાં બે કિસ્સામાં રકમ ચૂકવાઈ જતા સમાધાન થયું છે તો શહેરા પોલીસ મથકે તેના વિરૂદ્ધ છેતરપિંડીના ગુન્હા પણ નોંધાયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here