તિલકવાડાના ચામડિયા ઢોર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ચોરોને ઝડપી પાડતી નર્મદા L.C.B

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

મળતી માહિતી અનુસાર થોડા દિવસ અગાઉ તિલકવાડા નગરના ચામડિયા ઢોર વિસ્તારમાં રહેતા ફાજલમહંમદ ઘોરી પોતાના અંગત કારણોસર કામસોલી ગામે ગયા હોય અને બે દિવસથી તેઓ નું ઘર બંધ હોવાનો લાભ ઉઠાવી ચોર ઈસમો રાત્રિના સમયગાળા દરમિયાન ઘરના દરવાજા નો નકુચો તોડીને તેઓના ઘરના માંથી 2.97000 ની ઘરફોડ ચોરી કરી હોવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તાર માં ચકચાર મચી જવા પામી હતી.

ઘટના ની જાણ તિલકવાડા પોલીસ ને થતા કેવડીયા વિભાગના CPI ડી બી શુક્લા તિલકવાડા પોલીસ સ્ટેશનના PSI એમ બી વસાવા ભરૂચ ડિવિઝન ડોગ સ્ક્વોડ ટીમ સહિત અન્ય પોલીસ અધિકારીઓ તાત્કાલિક ચામડિયા ઢોર વિસ્તારમાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘર ફોડ ચોરીના કરનાર ચોરો ને ઝડપી પાડવા માટે ચારે દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ થોડા દિવસ અગાઉ રાજપીપલાના આસ પાસ ના વિસ્તાર માં ચોરી થઇ હોવાની ઘટના બનતા રાજપીપળા LCB પોલીસ ટીમ એક્સન માં આવી ગઈ ચોર ઈસમો ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરો હતી અને CCTV ફૂટેજના આધારે તપાસ કરતા બે ઈસમો ફૂટેજમાં જણાઇ આવ્યા હતા LCB પોલી સે રવિસિંગ તારાસિંગ સરદાર રહે રણોલી વડોદરા અને રાજવીરસિંગ રાજાસિંગ સરદાર રહે રાજપીપળા કાલાઘોડા રેલવે ફાટક પાસેનાઓને ઝડપી પાડીને વધુ પૂછતાછ કરતાં કેટલાક વિસ્તારમાં ચોરી કરી હોવાની કબુલાત બંને ઈસમોએ કરી હતી જેમાં તિલકવાડા નગર ના ચામડિયા ઢોર વિસ્તારમાં ચોરી કરી હોવાની કબૂલાત કરતાં રાજપીપળા LCB પોલીસ દ્વારા બંને ઇસમોને તિલકવાડા પોલીસ મથકે લાવતા તિલકવાડા પોલીસ ના PSI એમ બી વસાવા દ્વારા બન્ને ઈસમો ની વધુ પૂછતાછ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here