તણખલા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ આનંદ સાથે કરાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

તણખલા ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી તણખલા મા આવેલ ઝેડ.ટી.પટેલ હાઈસ્કુલ ખાતે કેળવણી મંડળ ના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શંકરલાલ શાહના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.
તણખલા આઉટ પોસ્ટ ખાતે જમાદાર દિનેશભાઈ રાઠવા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.
તણખલા ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રીમતી જશીબેન ભગવાનદાસ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.
૧૫મી ઓગષ્ટ એ આપણા દેશ માટે ઘણો મહત્વનો રહેલો છે
જે ૨૦૦ વર્ષની લાંબી લડાઈ બાદ ભારતે આઝાદી મેળવી ભારતે ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ અંગ્રેજો પાસેથી સંપૂર્ણ આઝાદી મેળવી હતી તેથી જ આ દિવસ ભારતમાં કે વિદેશમાં રહેતા દરેક ભારતીય નાગરિકના હૃદયમાં મહત્વ ધરાવે છે આ દિવસ આપણને સ્વતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને આઝાદી પ્રાપ્ત કરવામાં તેમના દ્વારા બલિદાન આપેલા જીવનને યાદ કરવામાં મદદ કરે છે
ભારત દેશની આઝાદીમાં સ્વતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ ઝાંસીની રાણી ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ મોહનદાસ કરમચંદ ગાંધી જવાહરલાલ નહેરુ રામપ્રસાદ બિસ્મિલ અશફાકુલ્લા ખાન કેટલાક મહત્વના નામો છે આ લોકો એ દેશ માટે બલિદાન આપ્યા છે આ એક ટુંકી માહીતી છે! જે આપણા માટે ઘણી મહત્વની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here