ડો બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા મુકવા બાબતે છોટાઉદેપુર બીજેપી SC મોરચા દ્વારા બોડેલી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આપ્યું આવેદન…

બોડેલી,(છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ખાતે ફાળવેલ બાબાસાહેબની પ્રતિમા વ્યવસ્થિત જગ્યા એ સ્થાપિત ન થતા બીજેપી SC મોરચા દ્વારા આપ્યું આવેદન

ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત ના રત્ન ડો ભીમરાવ સાહેબ આંબેડકરની પ્રતિમા સરકાર દ્વારા બોડેલી ખાતે ફાળવેલ હોઈ પરંતુ પ્રતિમા વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત ન થતા બીજેપી SC મોરચો છોટાઉદેપુર પ્રદેશ કારબારી સદસ્ય રાકેશ ચાવડા, જિલ્લા મહામંત્રી વિજય કાપડિયા જિલ્લા ઉપપ્રમુખ રાહુલ સોલંકી તાલુકા પ્રમુખ બ્રિજેશ વર્મા એડવોકેટ જસુભાઈ અમીન તાલુકા મહામંત્રી અરુણ પરમાર. શૈલેષ સોલંકી બોડેલી તાલુકા સેવાસદન ખાતે મામલતદાર અને બોડેલી TDO ને આવેદનપત્ર પાઠવી પ્રતિમા સ્થાપિત કરવા બાબતે રજુઆત કરી હતી.

આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ઉપરોક્ત વિષયના અનુસંધાનમા એસ.સી. મોરચો છોટાઉદેપુર નુ જણાવવાનુ કે છેલ્લા દોઢ વર્ષથી ભીમસંઘ છોટાઉદેપુર તેમજ સમાજના આગેવાનો દ્રારા બાબા સાહેબની પ્રતીમા મુકવા માટે જગ્યાની માંગણી કરેલ હતી .છતા આજદિન સુધી જગ્યા ફાળવવામા આવેલ નથી બાબા સાહેબની પ્રતિમા દોઢ વર્ષથી પંચાયત ઘર બોડેલી ખાતે મૂકી રહેલ છે . દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતીમા બોડેલીના સેવાસદન ખાતે સ્થાપીત થવા સારૂ કઈ બાબતનો આટલો વિલંબ અને અડચણ આવી રહી છે તે સમજાતુ નથી વધુમાં જણાવવાનું કે મહિલાઓના મુક્તી દાતા એવા બાબા સાહેબની પ્રતીમા ટુક સમયમા બોડેલી સેવાસદન ખાતે સ્થાપીત કરવા જગ્યા ફાળવવા માટે SC મોરચો છોટાઉદેપુર ની સાહેબશ્રીને નમ્ર અરજ કરવામા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here