સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રોડની સાઈડે નાનો મોટો વેપાર કરતા ૧૦ સ્થાનિકો સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ ની કાર્યવાહી

કેવડીયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

પોલીસ દ્વારા કાર્યવાહી કરતા સ્થાનિકો દ્વારા ભારે રોષ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન

વડાપ્રધાન રોજગારી આપવાની વાત કરે છે જ્યારે સ્થાનિક તંત્ર રોજગારી છીનવે છે : સ્થાનિકો

જનજાતિય ગૌરવ દિવસે જ કેવડિયા વિસ્તારના ૧૦ આદિવાસીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ ની ફરિયાદ નો કિસ્સો પ્રકાશમાં

વિશ્વની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દરરોજ અહીંયા હજારો પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે સ્થાનિક આદિવાસીઓની રોજગારીનો પ્રશ્ન વારંવાર ચર્ચામાં રહે છે સ્થાનિક આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડની સાઈડ ઉપર નાના મોટા પથારા , ગલ્લા કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા રહે છે પરંતુ તંત્ર દ્વારા તેઓને હટાવતા સ્થાનિક આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે આ બાબતે ઘણીવાર ભાજપા સહિત અન્ય પક્ષો ના નેતાઓ એ પણ અવાજ ઉઠાવ્યો છે પરંતુ તેનું કોઈ સમાધાન આવતું નથી અને કારગર નીવડેલ નથી.

ગતરોજ કેવડિયા પોલીસે ૧૦ જેટલા સ્થાનિક આદિવાસીઓ વિરુદ્ધ લારી ગલ્લા કરી વેપાર કરતા કાર્યવાહી કરી છે અને જાહેરનામા ભંગ બદલ ફરિયાદ દાખલ કરતા સ્થાનિક આદિવાસીઓ માં રોષ જોવા મળી રહ્યો છે.

જોકે સ્થાનિકો નું કહેવું છે છે એકતરફ વડાપ્રધાન સ્થાનિકોને રોજગારી મળવાની વાતો કરી રહ્યા છે અને બીજી તરફ સ્થાનિક તંત્ર અને નિગમ દ્વારા અમારી રોજગારી છીનવાઈ રહી છે તેવા ગંભીર આક્ષેપો કરી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આદિવાસીઓ દ્વારા પ્રાઇવેટ જગ્યા માં પાર્કિંગ ની વ્યવસ્થા કરાઈ રોજગારી મેળવી રહ્યા છે જે પણ પોલીસ તંત્ર અને નર્મદા નિગમ ના વેપારીઓ દ્વારા હેરાનગતિ કરી રહ્યા હોવાનું અને રોજગારી છીનવી લેતા હોવાનું આદિવાસીઓ જણાવી રહ્યા છે.

જોકે આ મામલે રોજગારી બાબતે હાલમાં જ સંકલન સમિતિની બેઠકમાં રાજપીપળા ના ધારાસભ્ય પી.ડી.વસાવા એ પુછેલા એક પશ્રો ના જવાબ માં લગભગ ત્રણ હજાર જેટલા સ્થાનિક આદિવાસી ઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિવિધ પ્રકલ્પો માં રોજગારી આપવામાં આવી રહી હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here