ડીસા નગરમાં આડેધડ બનાવેલ સ્પીડ બ્રેકરને લઈ નગરજનો હેરાન પરેશાન…

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

ડીસા નગરમાં ઝમ્પ બહુ છે અને ઘણા જમ્પ વાહન ચાલકો ને ધ્યાને નહી આવતા નિર્દોષ લોકો આવા જમ્પ ના કારણે પડી જતા હોય છે . ઘણીવાર જમ્પ ના કારણે કેટલાય લોકો અકસ્માત નો ભોગ બન્યા હોય તેવા અસંખ્ય દાખલા ડીસા માં છે .
આવાજ જમ્પ ના કારણે વોર્ડ 4 માં કોર્ટ આગળ સતત લોકો અકસ્માતના ભોગ બનતા હતા .ખાસ કરીને વ્રુધ્ધો અને નાના બાળક લઈને ટુ – વ્હીલર ઉપર બેસતી માતા અને બહેનો ચાલુ વાહને નીચે પડી ગયા હોય તેવું અસંખ્ય વાર બન્યુ છે .
સ્થાનિક લોકો વારંમવાર રજુવાતો કરવા છતા પાલિકા પ્રશાસન કોઈજ વાત ધ્યાને લીધેલ નહી .

સ્થાનિક લોકો એ વોર્ડ 4 ના નગરસેવક વિજયભાઈ દવે ને વાત ધ્યાને આપાવેલ…તેઓએ ડીસા નગરપાલિકા ને લેખિત માં જણાવેલ .પાલિકા દ્વારા કોઈજ કામગીરી નહી કરવાના કારણે આજે સ્થાનિક લોકો ને સાથે રાખી આમ આદમી ના કાર્યકર્તા સાથે રહી જમ્પ ઉપર સફેદ પટ્ટા દોરી લોકોને પડતી મુસ્કેલીઓ નિવારવાનો જે પ્રયત્ન કરેલો છે તે ખરેખર ખૂબ જ સરસ કાર્ય કર્યુ છે . ડીસા નગર પાલિકા દ્વારા નગર ના દરેક જંપ ઉપર આવી રીતે સફેદ પટ્ટા લગાવવામાં આવે તેવી ડીસા ના રહીશો ની લાગણી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here