ડભોઈ નગર પાલિકાના જાડી ચામડીના અધિકારીઓએ કર્યા આંખ આડા કાન… પાલિકાનું કંપ્લેન ફોન પણ મુંગુમતર અવસ્થામાં…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગર પાલિકા શોપિંગ સેન્ટર ખાતે ગટર નું ઢાંકણું તૂટેલું હોવાથી વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.આજ ના દિવસ માં ગટર ના તૂટેલા ઢાંકણા ના કારણે ચાર વાહનો એક પછી એક ગટર માં ફસાતા વૈભવી કારો ને નુકશાન થવા પામતા કાર માલિકો દ્વારા પાલિકા સામે આક્રોશ ઠાલવ્યો હતો.
નગરપાલિકા શોપિંગ સેન્ટર ના સ્થાનિકો એ વારંવાર આ અંગે ની ફરિયાદ ડભોઇ નગરપાલિકા ડ્રેનેજ શાખા ના ચેરમેન ને કરી છતાં ડ્રેનેજ શાખા માંથી આ સમસ્યા નું નિરાકરણ લાવવા તેઓ દ્વારા કોઈ તસ્દી લીધી ન હતી.નગરપાલિકા શોપિંગ સેન્ટર ની પાછળ રહેણાંક સોસાયટી આવેલ હોવથી નાના બાળકો અવાર નવાર ત્યાં થી સાયકલ લઇ પસાર થતા હોઈ ક્યારેક કોઈ બાળક ખાડા ના કારણે પડે તો ગંભીર ઇજા થઇ શકે છે.ડભોઇ નગરપાલિકા માં તપાસ કરતા જાણવા મળેલ છે કે ગટર ના ઢાંકણા નગરપાલિકા માં પૂરતા પ્રમાણ માં છે તેમ છતાં આ તૂટેલા ગટર ના ઢાંકણા ને કેમ બદલવામાં નથી આવતું.શુ કોઈ રાજકીય કિન્નખોરી ના કારણે આ કામ અટકી પડ્યું છે નું સ્થાનિકો માં ચર્ચાઈ રહ્યું હોવાનું જાણવા મળેલ છે.આજના દિવસ માં ચાર ગાડીઓ આ ખાડા માં ફસાઈ છતાં તંત્ર ની ઊંઘ નથી ઉડી રહી, કદાચ કોઈ અનિચ્છનીય બનાવ બને તેની રાહ જોવાઇ રહી છે.સ્થાનિક લોકો ની માંગ છે કે ડ્રેનેજ શાખા ના ચેરમેન જલ્દી આ સમસ્યા નું નિરાકરણ લાવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here