રાજપીપલાના જુના ખત્રીવાડ ખાતે મતદારના ઘરે જઈને મતદારનું નામ કમી કરવા અંગેની વિગતો નર્મદા જીલ્લા ઇલેક્ટ્રોલ રોલ ઓરઝર્વરે મેળવી

રાજપીપળા, (નર્મદા)-આશિક પઠાણ :-

BLO, મામલતદાર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પણ રૂબરૂ મુલાકાત વેળાએ ઉપસ્થિત રહી જરૂરી ચૂંટણીલક્ષી માહિતી રોલ ઓબ્ઝર્વરને આપી

ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ જાહેર કરવામાં આવ્યો છે. આ ખાસ ઝુંબેશમાં નાગરિકો તેમની અરજીઓ વાંધા આપીને જરૂરી ફોર્મ ભરીને નામમાં ફેરફાર અને નામ કમી કરાવીને મતદાર યાદીને અપડેટ કરાવી રહ્યાં છે. આ કામીગીરીમાં BLO દ્વારા જરૂરી આધાર પુરાવા લઈને યાદીને ઘરેઘરે ફરીને બુથ પર હાજર રહીને અપડેટ કરે છે.

આ ચૂંટણી સંદર્ભમાં ગઈકાલે સાંજે તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલ દ્વારા નાંદોદ વિધાનસભાના મતદાર વિભાગ રાજપીપલા ખાતે જુના ખત્રીવાડ ખાતે ભાગ નં-૧૫૦ ના મતદારના ઘરે જાતે પહોંચીને રૂબરૂ મુલકાત લીધી હતી. અને અરજદારના માતાનું મરણ થતા તેમના દ્વારા ફોર્મ નં.૦૭ ભરીને આપવામાં આવ્યું હતું. જેનું સ્થળ પર મતદારના ઘરે જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. અને જરૂરી માહિતી મેળવી મતદારની પૃચ્છા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા દ્વારા જિલ્લામાં ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ કરવામાં ચલાવવામાં આવ્યો હતો. જેને લોકો દ્વારા અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ વેગ આપવામાં આવી રહ્યા છે.

આ વેળાએ નાયબ ચૂંટણી અધિકારી જીજ્ઞાબેન દલાલ, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી તથા મામલતદાર અને BLO ઉપસ્થિત રહીને ઇલેક્ટ્રોલ રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલને સુધારા વધારા અંગે કરેલી ફોર્મ નં. ૭ ની કાર્યવાહીથી અવગત કરાયા હતા.

યુવા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા ફોર્મ નં.૦6, મૃત્યુ-સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં-૦૭ તેમજ મતદાર યાદીની કોઈ વિગતમાં સુધારા માટે કે રહેઠાણના ફેરફાર માટે ફોર્મ નં-૦૮ માં જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરે છે. ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંકેજ કરવા માટે ફોર્મ નં.૦૬ (બ) છે. ચૂંટણી સાથે સંકળાયેલા કર્મીઓ અને લોકો દ્વારા યાદીને અપગ્રેટ કરવા લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેનું રોલ ઓબ્ઝર્વર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લખનીય છે કે, નર્મદા જિલ્લા ચૂંટણી શાખા દ્વારા ૧૪૮ – નાંદોદ વિધાનસભામાં ૧૨૩૯ નામ ઉમેરાયા જ્યારે ૭૪૫ નામ કમી થયા અને ૯૯૯ સુધારા-વધારા કે સ્થળાંતરના ફોર્મ મળેલ છે. આજ રીતે ૧૪૯ ડેડિયાપાડામાં ૧૫૦૮ નામ ઉમેરવા/દાખલ કરવાની અરજી મળી જ્યારે ૭૫૮ નામ કમી કરવા તેમજ ૧૮૬૨ સુધાર-વધારા કે સ્થળાંતર માટેના ફોર્મ મળેલ છે.

રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલ દ્વારા નર્મદા જિલ્લાની બીજી મુલાકાત દરમિયાન ચૂંટણી અધિકારીઓ દ્વારા લેવાયેલ નિર્ણયોની ગુણવત્તાની ચકાસણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here