ડભોઈ અડવાણી હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરી ધારાસભ્યના જન્મ દિવસની ઉજવણી કરાઈ…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા ના ૬૧માં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી અનોખી ઉજવણી કરાઇ હતી

દર્ભાવતિ ડભોઇ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા ના ૬૧માં જન્મદિવસ નિમિત્તે ડભોઇ શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડભોઇ અડવાની હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા ના 61માં જન્મ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે 61 થી પણ વધારે બ્લડ કલેકશન કરવાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું આયુષ બ્લડ સેન્ટર ના સહયોગ આપી રહ્યું છે તેમજ ડભોઇ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રશંગે ગુજરાત બ્રહ્મશક્તિ પ્રમુખ મીનાબેન મહેતા,ધ્રુમિલ મહેતા, વડોદરા જિલ્લા કેળવણી પ્રમુખ,ડભોઇ નગરપાલિકા પ્રમુખ, ડભોઇ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, મહામંત્રી વંદન પંડ્યા, અમીત સોલંકી ડભોઇ નગરપાલિકાના સભ્યો તેમજ કારોબારી ચેરમેન સહિત ડભોઇ નગર યુવા મોરચા તેમજ મહિલા મોરચા દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતા ને જન્મદિવસ નિમિત્તે પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here