સુરત : તંત્રની રહેમ નજર હેઠળ 400થી વધુ કેફે કપલબોક્સ ખુલી ગયા… જવાબદાર તંત્ર હપ્તાખોરી ના કારણે ચૂપ હોવાનો આક્ષેપ…

સુરત, દીપ મેહતા :-

અખિલ ભારત હિન્દુ મહાસભા’ દ્વારા એક વર્ષ પહેલાં જ અંદેશો વ્યકત કરવામાં આવ્યો હતો કે શાળાઓ અને કોલેજો ફરતે અંદરથી બંધ થઇ જતા કોફી કપલ બોકસ (Coffee Couple Box) જે રીતે ખોલવામાં આવ્યા છે. તે આગામી દિવસોમાં કોઇ મોટી કરૂણ ઘટનાને અંજામ આપશે, આ મામલે જે ચર્ચા છેડાઇ છે તે પ્રમાણે સ્કૂલો (School) અને કોલેજો (College) ફરતે એક કલાકના 200 રૂપિયાથી વધારે પડાવતા કોફી કપલ બોક્સ સંચાલકોને આ રીતે કપલ બોક્સ ખોલવામાં રોજના હજારો રૂપિયાનો સીધો નફો મળી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં આવા 400 કરતા વધારે કપલ બોકસ ખુલી ચૂકયા છે.?
ડીંડોલી પોલીસ મથકમાં આવા 45 કોફી કપલ બોકસ હોવાનો આક્ષેપ હિંદુ મહાસભા (Hindu Mahasabha) દ્વારા કરાયો છે. તેમાં ડીંડોલી પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં રહી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસ કમિશનર (Police Commissioner) કચેરીએ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત હિંદુ મહાસભા દ્વારા પોલીસને એક કોફી કપલ બોકસ પેટે દસ હજાર કરતા વધારે હપ્તો મળતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.?
શહેરમાં સરવાળે હવે અનૈતિક ધંધાઓમાં પણ પોલીસની દરમિયાનગીરી શરૂ થતાં આ દુષણ તેના વ્યાપક સ્તરે ફેલાયુ છે. તેમાં ઉમરા, ખટોદરા, અડાજણ, ડિંડોલી જેવા વિસ્તારોમાં જ્યાં શાળા અને કોલેજો વધારે છે તેવા વિસ્તારોમાં આ રીતે કોફી કપલબોકસ આડેધડ ખુલી રહ્યા છે.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here