નેશનલ ગેમ રણોત્સવ અંતર્ગત ડભોઇ દયારામ કેળવણી મંડળ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકિંની ઉપસ્થિતમાં રમતોત્સવ ની ઉજવણી કરવામાં આવી

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

29 સપ્ટેમ્બર થી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ના સંયુક્ત પ્રયાસ થી નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્ય માં યોજાનાર છે.જેમાં દેશ ના અલગ અલગ રાજ્યો માંથી રમતવીરો ગુજરાત ખાતે આવનાર છે.આ નેશનલ ગેમ્સ માં થી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓ માં ખેલ પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ સંસ્કૃતિક રમતો માં રુચિ વધે તે હેતુ થી વડોદરા જિલ્લા ની પ્રાથમિક શાળાઓ માં બે દિવસ રમતોત્સવ નું આયોજન રાખવામાં આવ્યું છે.જે ભાગરૂપે આજરોજ ડભોઇ ની દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળા માં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.જે માં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.તેમજ આવનાર દિવસો માં પણ આ રમતોત્સવ ચાલુ રહેશે.વિદ્યાર્થીઓ માં શારીરિક તંદુરસ્તી રહે તે હેતુ થી રાખવામાં આવેલ રમતોત્સવ માં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.દયારામ કેળવણી મંડળ ખાતે યોજાયેલ રમતોત્સવ પ્રસંગે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ વકીલ સાથે શાળા સંચાલક દીપકભાઈ ભોઈવાલા સહિત શાળા ના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here