ડભોઇ નગરમાં ખુલ્લામાં જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા અને શિનોર પોલીસ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા અને શિનોર પોલીસ દ્વારા બાતમી ના આધારે ડભોઇ થી ખુલ્લામાં જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડી રોકડ રકમ સહીત મોબાઈલ અને મોટરસાયકલ મુદ્દા માલ કિંમત સહિતનાના કુલ રૂપિયા 47,560 તથા નાના હબીપુરા ગામે જુગાર રમતા ત્રણ જુગારીયાઓ ઝડપી પાડીને કુલ રૂપિયા 4640 મળી કુલ રૂપિયા 52=200 કબજે કરેલા છે અને જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરેલ છે

લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ના ભુપતભાઈ હેડ કોન્સ્ટેબલ ની ફરિયાદ મુજબ તેઓ તથા પોલીસ કોન્સ્ટેબલ નાઓ ડભોઇ તરફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન આમલીના ઝાડ નીચે ખુલ્લામાં પત્તા પાના નો હાર જીતનો જુગાર રમતા ઈસમો જેમાં આતીશ કહાર સુરેશભાઈ હરીજન ઈરફાનભાઇ મન્સૂરી અશોકભાઈ વાઘરી નાઓને ઝડપી પાડી દાવ ઉપરના 7200, તેમજ અંગ જડતીના 7360 તેમજ મોબાઈલ 8000 અને 25000 રૂપિયા મોટરસાયકલ મળે કુલ રૂપિયા 47 હજાર પાંચસો મુદ્દામાલ કબજે કરી જુગાર દરમિયાન મહેબુબભાઇ તથા હારુનભાઈ અને મુરાદભાઈ ભાગી છુટ્યા હતા તેઓને ફરાર જાહેર કરી જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે કે શિનોર તાલુકાના સાધલી આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોસ્ટેબલ તેઓને બાતમી મળેલ કે શિનોર તાલુકાના નાના હબીપુરા ગામે માઇનોર કેનાલ ની બાજુમાં જુગાર ચાલી રહ્યો છે બાતમીના આધારે તેઓએ પંચો સાથે સ્થળ પર પહોંચીને ત્રણ જુગારીયા, અશોક પરસોત્તમ પટેલ નાના હબીપુરા, છત્રસિંહ ઉર્ફે સતિષ ભાઈલાલ પાટણવાડીયા નાના હબીપુરા ,અને કીર્તિ કુમાર શિવલાલ પટેલ પુનિયાદ ,(કારવણ )તાલુકો ડભોઇ. ને ઝડપી પાડ્યા હતા અને અંગ ઝડપી દરમિયાન રૂપિયા 3430=00અને દાવ પરના રૂપિયા 1,210=00 કુલ મળીને ₹4,640=00 કબજે કરીને કુલ બંને જુગાર મળી રોકડ સહિત મુદ્દા માલ મળી 52,200 કબજે કરી તમામ સામે જુગાર ધારા કલમ 12 મુજબ અટકાયત કરી ગુનો નોંધેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here