ડભોઇ નગરનામાં ભગવાન પરશુરામ ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ ના રોજ ભગવાન પરશુરામની જન્મ જયંતી ખુબ જ ધામધૂમથી અને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે ભગવાન પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકા ના સંતાન છે.
ભગવાન વિષ્ણુના તમામ દસ અવતારો માંથી છટ્ટા અવતાર ગણાતા ભગવાન પરશુરામની જન્મ જયંતી ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે અને નગરના રાજમાર્ગો પર ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા ઉલ્લાસભેર કાઢવામાં આવે છે. જે અંતર્ગત દર વર્ષની પરંપરા મુજબ ડભોઇ દર્ભાવતી ના લોકલાડીલા અને પ્રજાપ્રેમી હિન્દુ હૃદય સમ્રાટ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં સમસ્ત બ્રાહ્મણ સમાજના આરાધ્યદેવ અને ભગવાન વિષ્ણુના છટ્ટા અવતાર ગણાતા ભગવાન પરશુરામની શોભાયાત્રા આયુષ્ય સોસાયટી નર્મદેશ્વર મંદિરેથી નીકળી હતી જેમાં વડોદરાની ગણેશ ઢોલ ટુકડીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું જ્યારે આ શોભાયાત્રા માં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ શોભાયાત્રામાં વક્રતુંડે ઢોલતાસા સાથે ઘોડા બગીગાડી તેમજ વિવિધ ધર્મના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા સાથે ભજન કીર્તન અને ગગન ભેદી નારાઓથી ડભોઇના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા.જ્યારે આ શોભાયાત્રા નગરમાં ફરી ટાવર ચોક રામજી મંદિર ખાતે સંપન્ન કરવામાં આવી હતી.જ્યારે આ શોભા યાત્રામાં ધારા સભ્ય સહિત વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલ), ભાવેશભાઈ નળાવાળા, ડભોઇ કિસાન મોરચાના પ્રમુખ રાજુભાઈ પટેલ, ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણી ડભોઇ નગરપાલિકાના ચેરમેન વિશાલ શાહ, ભાજપ ડભોઇ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાથે ઈદ અને પરશુરામ જયંતી પર્વ ને લઈ ડભોઈ પોલિશ પ્રશાસન દ્વારા ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુચારુ અને સુંદર બંદોબસ્ત નું આયોજન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here