ડભોઇ વડોદરી ભાગોળ પાસે નીલકંઠેશ્વર ફળિયામાં ઉભેલા છોટા હાથી ટેમ્પોમાં એકાએક આંગ ભભુકી ઉઠી

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

સ્થાનિકો દ્વારા સમયસૂચકતા વાપરી આગ ને કાબુ માં લેવાઈ ટેમ્પો માલિકને 70 થી 80 હજાર રૂપિયા નું નુકસાન

હાલ ચાલતી કાળજાળ અને અગન વરસાવતી ગરમીની કારણે મનુષ્ય અને પશુપંખી જનજનાવાર સહિત હવે વાહનો થી પણ હવે ગરમી સહન થતી નથી એવું પ્રતીત થઈ રહ્યું છે. હાલમાંજ બે દિવસ પૂર્વે ગરમીના કારણે સોટ સર્કિટ થવાથી મારૂતિવાન ભડકે બળી હતી.જ્યારે કાલે ડભોઇ વડોદરી ભાગોળ નીલકંઠેશ્વર ફળિયા માં રહેતા લાલા ભાઈ કાછિયા નસવાડી જઇઆવી પોતાનો ટેમ્પો ફળિયામાં મૂક્યું હતું ત્યાર પછી ટેમ્પો માં એકાએક આગ ફાટી નીકળી હતી.જે સ્થાનિકોની નજરે ચડી જતા સ્થાનિકોએ બૂમાબૂમ કરી સમયસૂચકતા વાપરી આંગને કાબૂમાં લીધી હતી.જોકે સાથનિકો દ્વારા ફાયર બ્રિગેડ ને જાણ કરાઇ હતી પણ તેના આવતા પહેલા સ્થાનિકો દ્વારા આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા યુક્તિ પ્રમાણે આગ ને કાબૂમાં લેવાઈ હતી.
જ્યારે આ સમગ્ર આગ લાગવાના હાદસા માં સ્થાનિકો ના જીવ તાળવે ચોંટયા હતા ટેમ્પો ના એન્જિન ના ભાગે આગ લાગવાથી વાહન માલિકને 70 થી 80 હજાર નો નુકસાન થવા પામ્યું હતું જોકે કોઈને જાનહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here