રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ
ભાજપા સુપ્રિમો જે. પી. નડડાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પદે સુરતના સાંસદ સી.આર.પાટીલની નિયુક્તિ કરવાનો આજરોજ સત્તાવાર જાહેરાત કરી હતી. જેથી લાંબા સમયથી ચાલી રહેલ અટકળો નો આજે અંત આવ્યો હતો.
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના માળખામાં ફેરફારો થવાની શક્યતાઓ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણીની ટર્મ પુરી થતા જ વર્તાઇ રહી હતી. પરંતુ દેશ સહિત રાજયમાં કોરોના મહામારીના કહેર વચ્ચે નિમણૂંકોમાં વિલંબ થયો હતો. આજરોજ સત્તાવાર જાહેરાત કરી પાર્ટીએ તમામ અટકળો નો અંત લાવ્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપાનું સુકાન સુરતના સાંસદ સી. આર. પાટીલને સોંપવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવતા તેમના ચાહક વર્ગમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
કલમ ની સરકાર પરિવાર તરફથી પણ ભારતિય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને અભિનંદન પાઠવવામાં આવે છે.