ડભોઇ તાલુકાના તેન તલાવ ગામે રામજી મંદિર હોલ ખાતે સંતાનો દ્વારા માતૃ-પિતૃ પૂજન દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાના તેન તલાવ ગામે રામજી મંદિર હોલ ખાતે ગામ ના લોકો ભેગા મળી માતા-પિતાની પૂજા અર્ચના કરી માતૃ પિતૃ પૂજન દિવસ ની અનોખી રીતે અને ઉલ્લાસભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી.
14 ફેબ્રુઆરીના રોજ જે વેલેન્ટાઈન ડે દિવસ ઉજવવામાં આવે છે જે વિદેશી સંસ્કૃતિ તરીકે ઉજવવામાં આવે છે અને તે ખોટી દિશામાં જઇ રહ્યું છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોટ મુકી રહેલી દેશની ભાવિ પેઢી દેશની ભવ્ય સંસ્કૃતિ થી વિમુખ ન થાય તે માટે ની બાલ્યાવસ્થાથી યુવાઓનો ઉત્તમ સંસ્કારો નું જીવનમાં સિંચન થાય તે હેતુ થી તેનતલાવ ગામના ગ્રામજનો દ્વારા રામજી મંદિર હોલમાં માતૃ-પિતૃ પૂજન દિવસનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.
જ્યારે આ કાર્યક્રમમાં તેનતલાવ ગામ ના સંતાનો દ્વારા પોતાનાં માતા-પિતાનો ભારતીય સંસ્કૃતિ મુજબ તિલક-ચંદન પ્રદક્ષિણા અને મોઢું મીઠું કરી પૂજન કરાયું હતું.
તા. 14 ફેબ્રુઆરી એટલે પ્રેમ અભિવ્યક્ત કરવાનો દિવસ છે પરંતુ પશ્ચિમી દેશોમાં ઉજવવામાં આવતું વેલેન્ટાઈન ડે નું ભારતમાં પણ અનુકરણ કરવામાં આવી રહ્યું છે અને આપણા દેશની ભાવિ પેઢી ગણાતા યુવાધન પણ વેલેન્ટાઇન ડેની આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ આપણા દેશની યુવા પેઢી અને યુવા વર્ગ ખોટે રવાડે ન ચઢે અને આપણી ભારતીય સંસ્કૃતિ ના ખરડાય તે હેતુસર આપણે વેલેન્ટાઈન ડે ની જગ્યાએ માતૃ પિતૃ પૂજન દિવસ ઊજવવું જોઈએ અને તેના અંતર્ગત ડભોઇ તાલુકાના તેન તલાવ ગામે ગામની યુવાપેઢીએ તા.08/02/ 2022 ના દિવસે રામજી મંદિર હોલ ખાતે ભેગા મળી માતૃ પિતૃ પૂજન દિવસ ની ઉમળકા ભેર ઉજવણી કરી હતી એ એક ગૌરવની વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here