ચક્રવાત ને નજર સમક્ષ રાખી પ્રશાસન શાળા કોલેજોમાં બે દિવસ રજા જાહેર કરે …

મોરબી, આરીફ દીવાન :-

પ્રશાસન આપત્કાલીન હેલ્પલાઇન નંબર જાહેર કરે..

ચક્રવાત ને ખાળવા કચ્છની સેવાભાવી અને માનવતાવાદી સંસ્થાઓ પ્રશાસન સાથે સ્ટેન્ડ બાય રહે

રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે અરબ સાગરમાં સક્રિય બનેલા બીપોર જોય ચક્રવાત પૂર ઝડપે આગળ વધી રહ્યું છે તેનાથી લોકોમાં ચિંતા ની લાગણી પ્રસરી છે. આગામી બે દિવસમાં આ ચક્રવાત વધુ તીવ્ર થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે ત્યારે કચ્છ જિલ્લાના સમાપ્તાની દેખરેખ હેઠળ પ્રશાસન સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે જે અભિનંદનના પાત્ર છે તેવું પૂર્વ ધારાસભ્યશ્રી વાલજીભાઈ દનીચા તેમજ માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઈ દનીચા એ અખબારી અહેવાલમાં જણાવ્યું છે.

શ્રી દનીચા એ વિગતો આપતા જણાવ્યું હતું કે ” પ્રશાસન વિવિધ સ્તરે વાવાઝોડાને ખાળવા સંપુર્ણ તૈયારીઓ પૂર્ણ કરી છે અને લોકોને પણ સાવધ રહેવા સૂચનાઓ આપી છે ત્યારે એક મહત્વની બાબત પ્રત્યે પણ પ્રશાસને જરૂરી સૂચના આપવાની ખાસ જરૂર છે તે છે, ગુજરાતના દરિયા કિનારાની આસપાસ અને ખાસ તો કચ્છ અને સૌરાષ્ટ્ર નાં જિલ્લાઓ માં ચક્રવાત ની અસર વધુ રહેશે તેને નજર સમક્ષ રાખી વિવિઘ જિલ્લામાં કાર્યરત શાળાઓ અને કોલેજોમાં પણ બે દિવસ આ બાબતે રજા જાહેર કરવાની ખાસ આવશ્યકતા છે .ભૂતકાળમાં વાવાઝોડા અને અતિશય વરસાદ વખતે શાળાઓ અને કોલેજોએ રજા અંગે પ્રશાસન નો કોઈ પણ પ્રકારનો પરિપત્ર ન હોઇ તેમ જણાવી રજા રાખવાનુ મુનાસીબ માન્યું નહોતું જેનાથી જે તે વખતે કોલેજો અને શાળાઓ ખુલી રહી હતી. પરિણામ સ્વરૂપ શાળાઓમાં અતિશય પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ચિંતા પ્રસરી હતી અને માંડ માંડ વિદ્યાર્થીઓને શાળાઓ માં ભરાયેલા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેથી પ્રશાસન શાળાઓ અને કોલેજોમાં પણ આ ગંભીર પરિસ્થિતિ ને નજર સમક્ષ રાખી બે દિવસ રજાનો પરિપત્ર પાઠવવાની ખાસ જરૂર છે.

અનેક સેવાભાવી સંસ્થાઓ કચ્છ મા કાર્યરત છે ત્યારે જો વાવાઝોડાની જિલ્લામાં વધુ અસર જણાય તો આ સંસ્થાઓને પણ પ્રશાસન સાથે ખભે ખભા મિલાવી લોકોના જાન માલ નું રક્ષણ કરવા આગળ આવવું જોઈએ જેનાથી લોકોને વધુ નુકસાની થી બચાવી શકાય તેમ છે.

પ્રશાસનને એક ઇમરજન્સી નંબર જાહેર કરવો જોઈએ જે સતત સક્રિય રહે જેનાથી લોકોને સંપૂર્ણ અને સચોટ માહિતી ઉપલબ્ધ થાય સાથે સાથે ખોટી , ગેરમાર્ગે દોરતી બિનજરૂરી અફવાઓથી લોકો દોરાય નહીં અને સાચી માહિતીઓ આ નંબર પર થી લોકોને ઉપલબ્ધ થઈ શકે.

જિલ્લાનું સક્રિય પ્રશાસન ગંભીર પણ એ બાબતે વિચારે તેવું શ્રી દનીચા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here