કાલોલમાં કોરોનાનો કહેર યથાવત ૮૪ વર્ષિય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : કાલોલ શહેરમાં કુલ ૧૮ મો કેસ નોંધાયો….

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ શહેરમાં અનલોક-૨ ના પાછલા દશ દિવસમાં સાત કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવ્યા બાદ શનિવારે સવારે વધુ એક કેસ નોંધાયો હતો અને સાંજે અન્ય એક એમ બે કેસો નોંધાયા છે. શહેરના વોર્ડ નંબર-૨ માં નવાપુરાની બાજુમાં આવેલી વલ્લભનગર સોસાયટીના રહીશ અને ગધેડી ફળીયા સામે રાધેશ્યામ કોમ્પલેક્ષમાં ઓટોમોબાઈલના સ્પેરપાર્ટ્સની નાની દુકાન ધરાવતા ૪૮ વર્ષીય વેપારી નામે હૃદયકાંત દિનેશચંદ્ર શાહ (કિશન)નો વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં તેમનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેજ દિવસે સાંજે કાલોલની હાઉસિંગ સોસાયટીમાં રહેતા જયંતીભાઈ શંકરલાલ શાહ ઉ. વ.૮૪ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા એક જ દિવસે બે કેસ નોંધાયા હતા. જયંતીભાઈ પોતે નિવૃત્ત વેપારી છે તાજેતરમાં તેઓ પોતાના પાડોશી એવા કોરોના પોઝીટીવ તુષાર પટેલના સંપર્કમા આવ્યા હોવાની માહિતી મળી હોવાનું ચર્ચાય છે. જેઓનો શનિવારે કોરોના પોઝીટીવ રીપોર્ટની જાણકારી તંત્રએ આપી હતી. જેઓ વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળેલ છે. તંત્ર દ્વારા આ વેપારીના પરિવારના સભ્યોને હોમ કવેરોન્ટાઈન હેઠળ રાખી સંપર્ક ધરાવતા વ્યક્તિઓના સર્વે અને સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકાના કુલ ૨૯ પોઝીટીવ કેસોના આંક પૈકી કાલોલ શહેરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધતા આ ૧૮મો કેસ નોંધાયો હતો. શહેરના કુલ ૧૮ કેસો પૈકી ૧ મોત, ૯ કેસો ડિસ્ચાર્જ થઈને ઘરે પરત, જ્યારે હાલમાં ૮ દર્દીઓ કોરોના સારવાર હેઠળ હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here