જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતામાં કાલોલ ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે આગામી સમયમાં આવી રહેલ હિન્દુ-મુસ્લિમના તહેવારો પરસ્પર કોમી એકતા અને ભાઇચારા સાથે શાંતિથી ઉજવણી થાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શાંતિ સમિતિની બેઠક જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર હાલોલ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઇ જેડી તરાલ તથા પીએસઆઈ એન.આર.રાઠોડ સાથે કાલોલ શહેરમાંથી પધારેલા શાંતિ સમિતિના સૌ સભ્યો અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આગામી સમયમાં આવી રહેલ હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારો પરશુરામ જયંતી અને રમઝાન ઈદના તહેવારો પરસ્પર કોમી એકતા,ભાઈચારા અને સામાજિક સદભાવ સાથે શાંતિથી ઉજવણી કરવા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવી ઉપસ્થિત સૌ શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોને સંબોધન સહ અપીલ જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી એ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here