કાલોલ ના આઠ વર્ષીય બાળકે રમજાન માસના તમામ રોઝા રાખી ખુદા ની ઈબાદત કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરમાં આશિયાના સોસાયટીમાં રહેતા આઠ વર્ષની નાની ઉંમર હોવા છતાં આટલી નાની ઉંમરમાં અત્યાર સુધી ના તમામ 27 રોજા રાખી એટલે કે પૂરેપૂરા એક પણ રોજો તોડ્યા વિના સતત 27 રોજા આટલી નાની ઉંમરમાં રાખી આ બાળક આતીફખાન અલ્તાફ ખાન પઠાણ જે ધોરણ ચારમાં અભ્યાસ કરે છે અને પોતાના મામા રફિકભાઈ ઉર્ફે લાલભાઈ ને ત્યાં રહીને આટલી નાની ઉંમરમાં કઠણ રોજાનું તપ કરી ધર્મ પ્રત્યેની ભાવના અને શ્રદ્ધા થી સતત રોજા રાખવાની ટેક સમગ્ર કાલોલ નગરમાં આ બાળક આતીફખાન અભિનંદન ને પાત્ર બનેલ છે હજુ આવનાર ત્રણ કે ચાર રોજા રાખવાના છે અને એક મહિનાના પૂરેપૂરા રોજા રાખનાર છે તેવી જાણકારી મળી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here