રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
રાજપીપળા આંબેડકર ની પ્રતિમા પાસે સુત્રોચ્ચાર બેનરો સાથે કોગ્રેસ ના દેખાવો
ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ – ડિઝલ ના ભાવ વધારો કરી કરોના મહામારીના સમયે પ્રજા પર મોંઘવારીનો માર નાખી રહી હોય , પાંચ મહિના ના ગાળામાં ૪૩ વખત ઐતિહાસિક ભાવ વધારો કરવામાં આવ્યો જે બાબતે સરકાર સામે આંદોલન કરી વિરોધ પ્રદર્શન, ઘરણાનો કાર્યક્રમ આજ રોજ નર્મદા જીલ્લા કોંગ્રેસ દ્વારા રાજપીપળા ખાતે ની આંબેડકર ની પ્રતિમા પાસે કરવામાં આવેલ.
જે પ્રસંગે નાંદોદ મત વિસ્તાર ના ધારાસભ્ય પી ડી વસાવા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી પ્રફુલ પટેલ , લધુમતી ડિપાર્ટમેન્ટ ના કાર્યકારી અધયક્ષ ઇમ્તિયાઝઅલી કાદરી , નર્મદા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ વાળંદ , બળવંતસિંહ ગોહિલ, ઠાકોર યાવરખા , કોગ્રેસ પ્રવક્તા મલંગસાહેબ રાઠોડ , દક્ષાબેન તડવી , ઉસ્માન મકરાણી , જિલ્લાના દરેક તાલુકા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, નગરપાલિકાના વિરોધ પક્ષ ના નેતા સાહનુરબીબી પઠાણ , નર્મદા જિલ્લાના વિવિધ સેલ ના ચેરમેનશ્રીઓ તેમજ મહિલા કોંગ્રેસના હોદેદારો, લઘુમતિ સેલના ચેરમેન, યુવા કોંગ્રેસ ટીમ, એન. એસ યુ આઇ. યુથ કૉગ્રેસ સેવાદળના કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોસ્ટરો બેનરો સાથે દેખાવો કરી ભારે સુત્રોચ્ચાર સાથે પેટ્રોલ ડિઝલના ભાવ વધારા થી મોંઘવારી વધતી હોય ને વિરોધ પ્રદર્શનો કર્યા હતાં.