ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા જુગારીઓને કુલ કિં.રૂ.૧૫૫૩૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી ઝોઝ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃતિ હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ
જે આધારે કે.એચ. સુર્યવંસી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૧૪/૦૩/૨૦૨૩ ના રોજ પી.એચ.વસાવા પોલીસ ઈન્સ્પેકટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશનમા હાજર હતા તે દરમ્યાન તે દરમ્યાન માહિતી આધારે મોજે ઓડ ગામે નવી સ્કૂલની પાછળ આવેલ જંગલમા મહુડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે રેઇડ કરતા જુગાર રમતા ચાર ઇસમોને ચાલુ દાવના રોકડા રૂપીયા ૩૫૬૦/- તથા જુગારના સાધનો મા પત્તા-પાનાની કેટ નંગ ૧ કિંમત રૂપીયા ૦૦/૦૦ તથા મીણીયા પાચરણુ ની કીંમત રૂપીયા.૦૦/૦૦ મળી તથા પકડાયેલ ચારેય આરોપીઓની અંગ ઝડતી માથી જુદા જુદાદર ની નોટોમા રોકડા રૂપીયા ૧૧૦૩૦/- તથા મોબાઇલ નંગ-૨ની કિંમત રૂપીયા.૪૫૦૦/- મળી કુલ કિંમત રૂપીયા.૧૫૫૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં આવેલ છે.અને આરોપીઓ વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧)રાઠવા
વેસ્તાભાઇ ભીમલાભાઇ ઉ.વ.૩૫ રહે.ડોલરીયા પનીયારા
રાઠવા ફળીયા
તા.જી.છોટાઉદેપુર (૨)જગુભાઇ દર્શનભાઇ રાઠવા ઉ.વ.૪૦ રહે ડોલરીયા પનીયારા ફળીયા તા.જી.છોટાઉદેપુર (૩)સાબીરભાઇ રામસીંગભાઇ જાતે નાયકા
તા.જી.છોટાઉદેપુર
ઉં.વ.૨૭ રહે.મંડલવા નિશાળ કળીયા (૪)કમલેશભાઇ કેશીયાભાઇ રાઠવા ઉ.વ.૨૮ રહે.ઑડ રોડ ફળીયા તા. જી.છોટાઉદેપુર
નાસીજના૨ (૫)નારણભાઈ રતનભાઇ રાઠવા રહે ઓડ તા.જીલ્લો છોટાઉદેપુર (૬)શૈલેશભાઇ માવલાભાઇ રાઠવા રહેઓડ તા.જીલ્લો.છોટાઉદેપુર.
સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ (૧) પી.એચ.વસાવા પોલીસ ઈન્સપેકટર
(૨) અ.હે.કો.નરેન્દ્રર્સીંહ પ્રતાપસીંહ બ.નં ૪૧૯ (૩)આ.પો.કો જયવંતસીહ દાદુભા બ.નં.૯૬૫ (૪)અ.પો.કો જીતુભાઇ તેરસીંગભાઇ બ.નં.૦૧૩૬ (૫)અ.પો.કો.પ્રવિણભાઇ મશરૂભાઇ બ.નં.૦૧૩૯ (૬)અ.પો કો કલ્પેશભાઇ વિનુભાઇ બનં.૦૨૦૮ (૭)આ પો.કો અરવિંદભાઇ નંદુભાઇ બ.નં.૮૪૯ (૮)આ.પો.કો પ્રકાશકુમાર મનાજી બ.નં.૦૨૩૨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here