છોટાઉદેપુર : ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા કેવડી ચેક પો.સ્ટ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ભારતીય બનાવટનો વિદેશી દારૂના માઉંટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ ૫૦૦ મી.લીના પતરના ટીન બીયર નંગ-૧૯૨ ની કિ.રૂ.૨૩,૦૪૦/- તથા પ્લાસ્ટીકના હોલ નંગ-૧૨ કિં.રૂ.૫૩૪૦/- મળી કુલ કીં રૂપીયા.૨૮,૩૮૦/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ સાઇન કંપનીની મો.સા કી.રૂ.૪૦,૦૦૦/-મળી કુલ કિંમત રૂ.૬૮,૩૮૦/- નો ગે.કા મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ,વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.

જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ પી.એચ.વસાવા પોલીસ ઈન્સ્પકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહીબીશનની કામગીરી અનુસંધાને ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી બાતમી હકીકતના આધારે મોજે કેવડી ગામે ચેક પો.સ્ટ પર રોડ ઉપર હોંડા કંપનીની કાળા કલરની સાઇન મોટર સાયકલ નો રજી.નં-GJ-34-L-2014 નો ચાલક જેના નામ ઠામની ખબર નથી તેઓ પોતાના કબ્જા ભોગવટાવાળી મો.સા ઉપર ગેરકારદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂના માઉંટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ ૫૦૦ મી.લીના પતરાના ટીન બીયર નંગ-૧૯૨ ની કિ.રૂ.૨૩,૦૪૦/- તથા પ્લાસ્ટીકના હોલ નંગ-૧૨ કિ.રૂ.૫૩૪૦/- મળી કુલ કીં.રૂપીયા.૨૮,૩૮૦/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ સાઇન કંપનીની મો.સા કી.રૂ.૪૦,૦૦૦/-મળી કુલ કિંમત રૂ.૬૮,૩૮૦/- ના મુદ્દામાલ રોડની બાજુમા નાખી નાસી જઈ નહી મળી આવી ગુન્હો કરેલ હોય તેના વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂ(પ્લાસ્ટીકના હોલ-બીયરની બોટલો) ની કુલ બોટલો નંગ-૨૦૪ ની કિંમત ३पीया- २८,३८०/-
(૨) હોંડા કંપનીની કાળા કલરની સાઈન મોટર સાયકલ જે મો.સા નો આગળ-પાછળનો રજી જોતા-GJ-34-L-2014 ની હોઇ ४ मो.सा नी डी.३.४०,०००/-
સારી કામગીરી કરનાર અધિકારી / કર્મચારી:-
(૧) પી.એચ.વસાવા પોલીસ ઈન્સપેક્ટર ઝોઝ પોલીસ સ્ટેશન
(૨) અ.હે.કો.કમલસિંહ દીલીપસિંહ બ.નં.૩૩૮
(૩) અ.હે.કો.મુકેશભાઈ લલુભાઈ બ.નં.૧૦
(૪) અ.પો.કો રાજુભાઈ રામસીંગભાઈ બ.નં.૦૯૭
(૫) આ.પો.કો.જયવંતસિંહ દાદુભા બ.નં.૯૬૫
(૬) અ.પો.કો કલ્પેશભાઇ વિનુભાઇ બ.નં.૦૨૦૮

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here