વાંકાનેર સીટી પોલીસ એન્ટી ડ્રગ સેમિનાર અંતર્ગત લોક જાગૃતિ અભિયાન કરી યુવા પેઢીને નશા મૂક્ત રહેવા પીઆઈ પી.ડી. સોલંકીએ માર્ગદર્શન આપ્યું

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

ગુજરાતમાં નસીલા પદાર્થ એવા ડ્રગ્સ માફિયાઓને કાબુ કરવા માટે સરકાર એલર્ટ થઈ છે જેના ભાગરૂપે સરકાર દ્વારા યુવા પેઢીમાં નશા યુક્ત પદાર્થો નસીલા પીણા થી લોકોના આરોગ્યને ગંભીર નુકસાનકારક થતું હોય જેના અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં ફરજ ના ભાગે પેટ્રોલિંગ અંતર્ગત કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે સાથે એન્ટ્રી ડ્રગ સેમિનાર કરી યુવા પેઢી નસીલા પ્રદાથ થી દૂર રહે તેવી લોક જાગૃતિ અભિયાન અંતર્ગત એન્ટ્રી ડ્રગ સેમિનાર યોજવામાં આવ્યા છે જેમાં તારીખ 24 6 2023 ના રોજ વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા વાકિયા ગામ ખાતે વાંકાનેર સીટી પીઆઇ પી ડી સોલંકી યુવાનો વૃદ્ધો અને વડીલો સમક્ષ સેમિનાર અંતર્ગત વિવિધ લોકોના આરોગ્યને ડ્રગથી થતા નુકસાન અંગે માહિતી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાકિયા ગામના અગ્રણીઓ આગેવાનો વૃદ્ધો યુવાનો મોટી સંખ્યામાં હાજરી આપી આ એન્ટી ડ્રગ સેમિનાર અંતર્ગત પીઆઇ પી.ડી. સોલંકી ને સાંભળી પોલીસની પ્રજા ચિંતક કામગીરી અંતર્ગત વાંકાનેર પોલીસ ની પ્રજા રક્ષક પ્રજાહિત કામગીરીને શુભેચ્છા અભિનંદન પાઠવી હતી જે સમગ્ર કાર્યક્રમની તસવીરમાં દ્રશ્ય મંચાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here