જબૂગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નં 10 માં 4 ઉમેદવારો સામે ચૂંટણી જંગ થતા વસીમ શેખે બાજી મારતા સમર્થકોમાં ઉત્સાહ..

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

બોડેલી તાલુકાના જબૂગામ ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં સરપંચ પદ નો વિવાદ સર્જાયો હતો તે મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો પરંતુ સરપંચ કરતા વોર્ડ સભ્યોમાં ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો અને એમાં પણ વોર્ડ નં10 માં ભારે રસાકસી એ જોર પકડ્યું જેમાં વોર્ડ નં 10 માં 4 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવતા વોર્ડના આગેવાનોએ એક મિટિંગ નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું કે ફળિયામાં વિવાદ ન થાય અને દરેક વ્યક્તિ એક બીજાના પડખે ઉભા રહે પરંતુ કોઈકે ફોર્મ ખેંચ્યા અને કોઈકે ના ખેંચ્યા કોઈક કારણોસર મિટિંગની અસર ન થતા 4 ઉમેદવારોએ ઉમેદવરી નોંધાવી ચૂંટણી લડ્યા હતા જેમાં (1)વસીમ (ભલુ) શેખ ને ટોટલ 215 મત મળ્યા હતા(2)રિયાઝ મિર્ઝા ને ટોટલ 173 મત મળ્યા હતા(3)હનીફખાન પઠાણ ને 37 મત મળ્યા હતા(4)સંગીતાબેન પટેલ ને 0 મત મળ્યા આમ વોર્ડ નં 10 માં ઉમેદવારી કરી હતી એમાં વસીમ શેખ 42 મત થી વિજય થયા હતા ચારે ચાર ઉમેદવારો એ મહેનત તો કરી પરંતુ વધુ મહેનત રંગ લાવી છે જેમાં ચાર ઉમેદવારો વચ્ચે વસીમ શેખે બાજી મારતા સમર્થકો માં ખુશીની લહેર જોવા મળી હતી અને વસીમ શેખે જીત મેળવ્યા બાદ ગાંગુલી સ્ટાઇલ માં ટી શર્ટ કાઢી ગોલ ફેરવી ખુશી વ્યક્ત કરી હતી અને જબૂગામ માં ઘોડા પર બેસી પોતાના ભણા ને આગળ બેસાડી ડી જે સાથે વિજય સરઘસ કાળવામાં આવ્યો હતો અને વિજય સરઘસમાં ભારે સંખ્યામાં સમર્થકો અને ગ્રામજનો જોડાયા હતા જ્યારે જીત હાંસલ કરી ફળિયામાં એન્ટ્રી મારતા વસીમ શેખ ને આખા ફળિયાએ વધાવી લીધા હતા પાંચ વર્ષ સંપૂર્ણ નિષ્ઠા થી વોર્ડ ની કામગીરી કરશે અને ફળિયાના દરેક ના પ્રશ્નોનું નિવારણ કરશે એવી આશા સાથે આખા ફળિયાએ વધાવી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here