છોટાઉદેપુર જિલ્લામા અસંખ્ય હેડ પંપો બિસ્માર હાલતમાં… સરકાર દ્વારા જાહેર કરેલ 1916 નબર બન્યો શોભાના ગાંઠિયા સમાન…

છોટાઉદેપુર, આરીફ પઠાણ :-

ગ્રામ પંચાયતદ્વારા બનાવવામા આવેલા હેડ પંપો 1916 નંબર પર ફરિયાદ કરવામાં આવે છે છતાં રીપેર કરી આપવામાં આવતા નથી તો ગ્રામ પંચાયત સરકારનો હિસ્સો નથી આને લઈ લોકો મૂકાયા દુવીધામા

છોટાઉદેપુરજિલ્લામા હેડપંપો બન્યા બિસ્માર હાલતમાં લોકોની મુશ્કેલીમાં થયો વધારો હાલમાં ચાલી રહેલા ઉનાળાની સિઝનમાં લોકો પાણીની સમસ્યાને લઈને મુશ્કેલીનો સામનો કરતા હોય છે. એ સિંચાઇ માટેનું પાણી હોય કે પીવાના પાણીનું હોય સરકાર દ્વારા પીવાના પાણી માટે જિલ્લામાં અને તાલુકા ના ગામડાઓના મહોલ્લામાં ગરીબ અને મધ્યમવર્ગને પાણીની કોઇ સમસ્યા ઊભીના થાય એ હેતુથી ગ્રામપંચાયત ની યોજના હેઠળ અને પાણી પુરવઠાની યોજના હેઠળ હેડ પંપ ની એક સરકાર લક્ષી યોજના અમલમાં મુકવામાં આવી છે. અને આયોજના હેઠળ કોઈપણ વિસ્તારમાં કોઈ ગ્રામજનોને મુશ્કેલીના વેઠવી પડે એના માટે સરકાર દ્વારા 1916 હેલ્પલાઇન નંબર અમલમાં મૂકવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર હેડ પંપ ખરાબ થાય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરશો તો તમારા ઘર આંગણે આવીને તમારા સમસ્યાનો હલ કરી આપશે પરંતુ આ એકમાત્ર હેલ્પલાઇન નંબર ફક્ત પાણી પુરવઠા યોજના હેઠળ ના જ હેડ પંપ રીપેર કરી આપવામાં આવે છે. અને જો ગ્રામ પંચાયતનો હેડ પંપ હશે તો મેન્ટેનન્સ ટીમ ઘર માલિકને પૂછ્યા વગર ત્યાંથી રવાના થઈ જતી હોય છે. આ બેવડી નીતિ થી જિલ્લાના ગ્રામજનો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. તો ફક્ત આ હેલ્પલાઇન નંબર આપી દેવામાં આવ્યો છે એ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે. લોકો કહી રહ્યા છે કે પાણીપુરવઠા વિભાગનો અને ગ્રામ પંચાયત વિભાગના હેડ પંપ ની બંને વિભાગના હેડ પંપોની હેલ્પલાઇન અલગ-અલગ આપવામાં આવેતો લોકોને ખબર પડે અને વહેલી તકે પાણીની મુશ્કેલી માંથી બહાર આવે હાલમાં થોડા દિવસ અગાઉજ બોડેલી તાલુકાના ઉચાપાન ભેસાફળિયામાં હરસિગભાઈ ને ત્યાં ઘણા લાંબા સમયથી બંધ પડી રહેલો હેડ પંપ 1916ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ટીમ સ્થળ પર આવી પણ હતી પરંતુ ગ્રામ પંચાયતનો હેડ પંપ ટીમ ને માલૂમ પડતાં ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતા. ત્યારબાદ હુ પોતે (આરીફ પઠાણ પત્રકાર છોટાઉદેપુર) છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ ફક્ત પાણી પુરવઠાના જ હેડ પંપ રીપેર કરવામાં આવે છે તેમ કહી ગોલ ગોલ જવાબ જિલ્લાના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. તો સરકારે ગ્રામ પંચાયતના હેડ પંપો માટેની અલગથી હેલ્પલાઇન નંબર આપવો જોઈએ તો પ્રજાને મુશ્કેલીનો સામનો કરવાનો વારોના આવે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here