છોટાઉદેપુર : શાળા પ્રવેશોત્સવ દરમિયાન જે શાળામાં ક્ષતિઓ જોવામાં આવી તે અંગે કાર્યવાહી કરવા સંબંધીતોને સૂચનાઓ અપાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે શિક્ષણ વિભાગના કર્મચારીઓને શિક્ષણમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા સૂચનાઓ અપાય
તાજેતરમાં જ તારીખ 12મી જૂનથી ચૌદમી જૂન દરમિયાન રાજ્યમાં શાળા પ્રવેશો યોજાયો જેમાં છોટાઉદેપુર જિલ્લાની કેટલીક શાળાઓમાં શિક્ષણ અંગેની ચકાસણી કરવા રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલે છોટાઉદેપુર જિલ્લાની કેટલીક શાળા પ્રવેશોત્સવ દરમિયાન શું શું જોયું તે અંગે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવને એક પત્ર લખ્યો હતો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજ્યમાં દોડધામ મચી હતી આ અંગે આજરોજ અમારા પ્રતિનિધિએ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની રૂબરૂ મુલાકાત કરતા તેઓ દ્વારા જણાવેલ કે છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલ પ્રવેશોત્સવ અંગે પ્રવેશોત્સવમાં હાજરી આપવા ગયેલા તમામ જિલ્લાના અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને તે અંગે ની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને જિલ્લામાં શિક્ષણમાં જે કંઈ ક્ષતિઓ રહી ગઈ હોય ધ્યાન પર આવી હોય તે ખામીઓ દૂર કરવા સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જિલ્લામાં દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે અને તે માટે જે કાંઈ પણ પગલાં લેવાની જરૂર પડશે તે લેવામાં આવશે હોવાનુ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here